મુન્દ્રાના ગુંદાલા નજીક કાર પલટી મારી જતા યુવાનનું મોત

મુન્દ્રા : તાલુકાના ગુંદાલા હાઈવે પર નીકી પેટ્રોલપંપ સામે ઓવર બ્રિજ પાસે સ્વિફ્ટ કાર પલટી જતા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે મુન્દ્રા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શિવુભા ભૂપતસિંહ જાડેજા (ઉ.વ.૩૪) (રહે. વિરાણીયા, તા.મુન્દ્રા)એ આરોપી બલવંતસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. બરાયા, તા. મુન્દ્રા) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ પોતાની કબજાની સ્વિફટકાર જીજે૧ર-ડીએમ-૮૧ર૩ વાળી પૂરઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી સ્ટેઈરિંગ પરનો કાબૂ ગુમાવી ગાડી પલટી ખવડાવી હતી. ઓવર બ્રીજ પાસે સ્વિફટકાર પલટી મારી જતા આરોપીની સાથે બેઠેલા પ્રતાપસિંહ જુવાનસિંહ જાડેજા (ઉ.વ. ર૮) (રહે. વિરાણીયા)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવને પગલે મુન્દ્રા મરીન પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ જી.વી.વાણિયાએ આગળની તપાસ હાથ ધરી છે.