મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના : કચ્છમાં પાંચ વર્ષમાં ૬૮૬ કામો થયા મંજૂર

૪૩ર કામો પૂર્ણ થયા જ્યારે ૭ર કામો હાલે છે પ્રગતિમાં : ૧૮ર કામો હવે થશે શરૂ : ૩૮૩ કરોડનો થયો ખર્ચ

ભુજ : કચ્છ જિલ્લામાં વિકાસનો વાયરો તેજ બને તેમજ છેવાડાના ગામો સુધી પણ લોકો વિકાસના ફળ ચાખતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉદાર હાથે ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી રહી છે. અંતરિયાળ ગામો સુધી પણ સરળતાથી પહોંચી શકાય તે માટે રસ્તાઓનું માળખું પણ સતત વિસ્તારાતું જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં પાંચ વર્ષ દરમ્યાન ૬૮૬ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ વિકાસનો વાયરો ફુંકાયો છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ કચ્છમાં વિકાસ માટે સતત પ્રાધાન્ય અપાતું હોઈ ગ્રામ્ય પંથકો પણ વિકાસની લહેરમાં સહભાગી થયા છે. શહેરોમાં તો માળખાકિય સુવિધાઓનો વ્યાપ વિસ્તર્યો જ છે તેની સાથો સાથ ગ્રામ્ય પંંથકમાં પણ માળખાકિય સુવિધાઓ વિકસાવવા સરકાર દ્વારા સતત પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. કચ્છ જિલ્લામાં મોટો વર્ગ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરે છે ત્યારે ગ્રામીણ લોકોને તાલુકા મથક તેમજ જિલ્લાના અન્ય વિસ્તારો સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે રસ્તાઓનુ માળખું પણ વિસ્તારાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કચ્છમાં ૬૮૬ કામો મંજૂર થયા છે, જેમાંથી ૪૩ર કામો પૂર્ણ થયેલ છે. વર્તમાને ૭ર કામો પ્રગતિ હેઠળ છે જ્યારે ૧૮ર કામો હવે શરૂ થશે. કુલ ૩૮૩ કરોડનો ખર્ચ પણ કરવામાં આવેલ છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આ કામો ચાલી રહ્યા છે.

કામોની પ્રગતિનો રિપોર્ટ

વર્ષ              મંજૂર થયેલ       પૂર્ણ થયેલ        પ્રગતિ હેઠળ       હવે શરૂ થનાર    થયેલ ખર્ચ

                       કામ              કામ               કામ                   કામ            લાખમાં

ર૦૧૬-૧૭         ૧૬પ             ૧ર૯               ૦૦                    ૦૦          ૧રપ૭૬.૩૮

ર૦૧૮-૧૯         ૧૦૮               ૯૪                ૧૪                   ૦૦           ૭૭૭૮.૩ર

ર૦૧૯-ર૦         ૯૯                 ૪૧                ૪૬                  ૧ર            રરર૧.૬૧

ર૦ર૦-ર૧         ૧૮પ               ૦૪                ૧૧                 ૧૭૦           ૧પ૯.૧૭