મુખ્યમંત્રીના નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ

(જી.એન.એસ.)ગાંધીનગર,રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોરોના હવે ગુજરાતમાં વિધાનસભા સુધી પહોંચ્યો છે. આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. ગઈકાલે ૬ ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા છે, જેમાં વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે. હાલ ચાલી રહેલા બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે.જ્યારે શૈલેશ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.