મુંબઇના પરિવારો મહારાષ્ટ્રથી ચાલતાં વાપી પહોંચ્યા, કોરોના ટેસ્ટ વિના ઘૂસ્યાં તો પોલીસે રોક્યાં

0
11

(જી.એન.એસ)કોસંબા,ગુજરાત બોર્ડર પર કોરોના ટેસ્ટ (આરટીપીસીઆર) વગર એક પણ મુસાફરને એન્ટ્રી આપવામાં આવતી નથી, અનેક ખાનગી બસો અને વાહનોને પોલીસ પરત મહારાષ્ટ્ર મોકલી રહી છે, પરંતુ મુંબઇ પનવેલ અને અંધેરીના ૫૦થી વધુ મુસાફરોને મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર રોકી દેવામાં આવ્યાં હતાં. આ તમામ મુસાફરો રાજસ્થાન અને ગોધરા તરફ જવા નિકળ્યા હતાં. બોર્ડર ચુસ્ત બંદોબસ્ત હોવાથી મુસાફરો મહારાષ્ટ્રની બોર્ડરથી છૂપા રસ્તે ગુજરાતમાં પ્રવેશી ચાલતા-ચાલતાં વાપી હાઇવે પર આવી પહોચ્યા હતાં. અંદાજે ૭૦ કિ.મી. સુધી ચાલીને વાપી હાઇવે પર આવી ખાનગી ટ્રાવેલ્સમાં રાજસ્થાન અને ગોધરા તરફ જવા રવાના થયા હતાં.અમારો પરિવાર મુંબઇ અંધેરીમાં દુકાનો ધરાવે છે, હાલ દુકાનો બંધ થતાં વતન જવા નિકળ્યાં છે. મુંબઇથી ખાનગી લકઝરીમાં ગુજરાત બોર્ડર પર આવ્યાં હતા, જયાં એન્ટ્રી આપી ન હતી, જેથી અંદરના આંતરિક માર્ગ સ્થાનિકોએ બતાવતાં ચાલતા-ચાલતા વાપી આવ્યાં છે. – મીણાબેન ચૌધરી, જોધપુર, રાજસ્થાન (મુળ મુંબઇ પનવેલ)અમે ૪૦થી વધુ લોકો બોર્ડર પર ફંસી ગયા હતા, અલગ અલગ પરિવારો એક થઇ મહારાષ્ટ્રની સરહદથી ઉમરગામના ગામોમાં પ્રવેશ કરી ચાલતા-ચાલતાં વાપી આવી પહોચ્યાં છે. લોકડાઉનના કારણે ગોધરા જઇ રહ્યાં છે.- બળંવત લુહાર, દુકાનદાર, અંધેરી (મુળ ગોધરા).