મુંદરા-બારોઈ ૮૦ કરોડ જમીન કાંડ : અંતે તમામ મિલ્કતો રદ : સુધરાઈની લાલ આંખ

સચ્ચે કા બોલબાલા-જુઠ્ઠે કા મુંહ હુલા કાલા..! : આજે યોજાયેલી સામાન્ય સભામાં આકારણીમાં ચઢેલ તમામ ૩૭ મિલ્કતો રદ કરાઈ-ઠરાવ પસાર કરાયો : ટીમ પ્રમુખ કિશોરસિંહ પરમારનો આવકારદાયક હિમંતભર્યો નિર્ણય : વિપક્ષની વણથંભી લડત પણ રંગ લાવી : રાજકીયપક્ષાપક્ષી છોડી અને નવી જ બનેલી નગરપાલીકામાં પ્રજાનો વિશ્વાસ શાસનકારો તરફે કઈ રીતે વધારી શકાય તે દીશામાં મુંદરા નગરપાલીકાની વર્તમાન બોડીએ લીધેલા નિર્ણયની ઠેર-ઠેરથી થતી પ્રશંસા : વહીવટદારે કરેલી ભુલને સુધારી અને ટીમ કિશોરસિંહે પક્ષની અને વર્તમાન બોડીની પ્રતિષ્ઠા વધારી

ગાંધીધામ : સત્યનો માર્ગ કઠીન હોય છે પરંતુ વિજય એ જ માર્ગ પર મળતો હોય છે, સચ્ચેકા બોલબાલા, જુઠ્ઠે કા મુહ કાલાની ઉકિત આજે મુંદરા નગરપાલીકામાં પણ મળેલી સામાન્ય સભામો લીધેલા એક હિમંતભર્યા નિર્ણયના લીધે સાર્થક થતી જાેવામા આવી છે તેમ કહેવુ વધારે પડતુ નહી કહેવાય.

આ મામલે સહેજ વધુ વીગતો વાત કરીએ તો મુંદરા નગરપાલીકા અસ્તિત્વમાં આવે અને બારોઈનુ તેમાં વિસર્જન થાય તે પહેલા વહીવટદાર શાસનમાં વહીવટદારની ભ્રષ્ટ સિન્ડીકેટ દ્વારા અહીની ૩૭ જેટલી સરકારી-પડતર મિલ્કતોને પાણીના ભાવે આકારણી રજીસ્ટ્રર પર ચડાવી દઈ અને ભુ માફીયાઓ-ડેવલોપર્સને કોડીફના દામમાં પધરાવી દેવાની ગોઠવણીઓ કરી દેવામા આવી હતી. જે સબબ જાગૃત નાગરીક અને અખબારી અહેવાલોની ધારદાર રજુઆતો બાદ મુદો  હોટટોપીક બની જવા પામી ગયો હતો.

દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ મુદરા નગરપાલીકાની સામાન્ય સભા અધ્યક્ષ કિશોરસિહના પ્રમુખસ્થાને યોજવવામાં આવી હતી. આ સામાન્ય સભામાં પ્રથમ કચ્છના રાજવી મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાને તથા કોરોનામાં મુંદરાના નિધન થયેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. તે બાદ પ્રમુખ સ્થાનેથી જણાવવામાં આવ્યુ હતુ કે,મુંદરા-બારઈમા ભુતીયા પાણી કનેકશન આપવામા આવ્યા હતા તે નિયમોઅનુસાર કરવામા આવશે તથા રૂપીયા ૮૦ કરોડની અંદાજીત જમીન કૌભાડની ૩૬ જેટલી મિલ્કતોને રદ કરવાા આવે છે તથા જે -તે બાંધકામ મંજુરી, લાઈટ કનેકશન, પણ રદ કરવામા આવશે અને આખાય પ્રકરણની તપાસ ઉચ્ચસ્તરેથી કરવામા આવશે. આ ઉપરાંત પ્રમુખશ્રીએ જણાવ્યુ હતુ કે, જુના બગીચાની બાજુમા નપા ભવનના નિર્માણ માટે ગ્રાન્ટ મંજુર કરવામા આવેલ છે તથા વરસાદ પહેલા પ્રિમોન્સુન કામગીરી પેટેનીંચાણવાળા વિસ્તારોમાં પણ કામ કરવામાં આવી રહયા છે.

આ સામાન્ય સભામાં પ્રમુખ કિશોરસિહં પરમાર, સીઈઓઅ સાગરભાઈ, કારોબારી ચેરમેન ડાયાલાલભાઈ આહીર, , ચંદ્રીકાબેન પાટીદાર તથા કોંગ્રેસના ઈમરાન જત, જાવેદ પઠાણ, શ્રી ખત્રી, કાનજીભાઈ સોંધરા સહિતનાતમામ કાઉન્સીલરો પણ ઉપસ્થિત રહ્યા હતા.  આજ રોજ નગરપાલિકા દ્વારા લેવામં આવેલા નીર્ણયથી સમગ્ર પ્રજાજનો અને સંકુલમાં પણ સારો સંદેશો વહેતો થયો છે. કોંગ્રેસ દ્વારા આ વિષયને લઈને જે ધારદાર રજુઆતો કરાઈ છે તેની પ્રસંસા થવા પામી રહી છે તો બીજીતરફ ભાજપના ટીમ કિશોરસિંહ પરમાર દ્વારા પણ આજ રોજ આકારણી રદ કરતો ઠરાવ પસાર કરીને વહીવટદારે જેઅતે વખતે કરેલી ભુલ સુધારી અને પ્રજાજનોમાં પક્ષ અને ખુદની પ્રતિષ્ઠામાં પણ ભારોભાર વધારો કરી દીધો છે તેવો સંદેશો પણ વહેતો થવા પામી ગયો છે.

સત્ય મેવ જયતે..! : કચ્છઉદયના આંખ ઉઘાડનારા સિલસિલાવાર અહેવાલોને મળ્યું મજબુત સમર્થન

મુંદરા-બારોઈના કરોડોના જમીન કૌભાંડમાં આ જ પ્લેટફોર્મ પરથી સતત-સિલસિલાવાર રીતે અહેવાલો ઉજાગર કરવામાં આવ્યા હતા અને હવે નગરપાલીકાની વર્તમાન બોડીએ આ તમામ આકરણી-નોંધણીઓ રદ કરતો નિર્ણય લઈને આ અહેવાલને મજબુત સર્મથન આપવાની સાથે પ્રજાનો વિશ્વાસ મજબુત કર્યો છે.

લેન્ડ ગ્રેબીંગ એકટ તળે નોંધો ફરીયાદ હવે કલકેટરશ્રી કરી દેખાડે લાલઆંખ.!

ગાંધીધામ : મુંદરા બારોઈના સરકારી પડતર ખરાબાની જમીનો ટોળકી બનાવી અને પચાવી પાડવાના તત્કાલીન વહીવટદાર આણી ગેંગના મનસુબા પર લોકજાગૃતીથી આજ રોજ અડધુ પડતુ પાણી ફેરવાઈ જ જવા પામી ગયુ છે. આજ રોજ નગરપાલીકાએ સામાન્ય સભમાં આ તમામ મિલ્કતોની આકારણી રદ કરી દીધી છે અને તે ઠરાવ-પ્રસ્તાવ હવે કલકેટર કક્ષાએ મોકલાશે અને તે બાદ તેઓ સ્તરેથી આ આખાય  પ્રકરણમાં ધોરણસરની કાર્યવાહી થવા પામશે. આવા સમયે માંગ ઉઠી રહી છે કે, હવે કલેકટરશ્રી આ આખીય ટોળકીની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડે તે જ સમયની માંગ બની રહી છે. આખીય ગેગની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે જ ગુન્હો દાખલ થાય તે જ હિતાવહ કહેવાશે.