મુંદરા બારોઈના નામાંકીત ડેવલોપર્સનું નિધન

મુંદરા : શાંત સરળ નિખાલસ મળતીયા સ્વભાવ સાથે ગરીબ-જરૂરીયાતમંદ માટે હમેશા તત્પર રહેતા મુળ બારોઈ હાલે મુંબઈમાં રહેતા મુંદરા બારોઈમાં ડેવલપર્સ કરવાનો સિંહ ફાળો ધરાવતા વિલાસભાઈ પ્રવિણચંદ્ર કેનિયાનું પ૮ વર્ષ ટુકી માંદગી બાદ ગઈકાલે પઃ૩૦ કલાકે મુંબઈ મધ્યે નિધન થતા મુંદરા બારોઈના મિત્ર વર્તુળમાં શૌક છવાઈ ગયો. તેમના નિધનના સમાચાર મળતા તેમના પરિવારથી પણ વિશેષ સભ્ય અને ન.પા.ના કા.ચે. ડાયાલાલ આહિર, ભુપેન મહેતા, ધર્મેન્દ્ર જેશર, જીતેન્દ્ર ઠક્કર, કિશોરસિંહ પરમાર, યોગેશ ઠક્કર, જિ.પં.ના વીરમભાઈ ગઢવી, તા.પં. ચેતનભાઈ આહિર, દિલિપ ગોર, અનિલ ગાલા, પબુભાઈ તેમજ સમસ્થ ડેવલોપર્સ પરિવાર દુઃખ વ્યક્ત કર્યો અને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપી હતી.