મુંદરા-બારોઈના કરોડના જમીન કૌભાંડમાં ઢાંકપીછોડા માટે કોના અધમપછાડા..?

  • સરકાર-જિલ્લા કલેકટરશ્રીએ પુછાણા લેતા ‘ફટાકડી’ રાખવાના શોખીન અને સીંઘમ બની ફરતા બાબુના ટાંટીયા ધ્રુજયા !

ગ્રામ પંચાયતના પૂર્વ લાપરવાહો, સ્થાનિક ભુ-માફીયાઓની સાથે સાંઠગાંઠ રચી અને સરકારી પડતર-ખરાબાની જમીન-વાડાઓને નગરપાલીકાના આકારણી રજીસ્ટર પર તેરી ભી ચુપ મેરી પી ચુપ કરીને ચડાવી દેવાના મલિન ઈરાદાઓ ધરાવતી ટોળકી અખબારોમાં મોટા મથાડાઓ સાથે સચોટ અહેવાલો ઉજાગર થતા આવી સાણસામાં : હવે નગરપાલિકા તંત્ર સબ રજીસ્ટ્રાર કચેરીને દસ્તાવેજો ન બનાવવાની આપી રહી છે સુફિયાણી સલાહ : દસ્તાવેજો તો બની ગયા..હવે તો કરોડોની સરકારી જમીન કોની સહીઓના આધારે સ્વતંત્ર માલીકી-ભેાગવટાની જમીનો બની ગઈ,
કયા સરકારી બાબુએ દાખવી ગુન્હાહિત બેદરકારી તે તંત્રએ તપાસ કરીને કવાનું છે ફિટ : ‘સિંઘમછાપ’અધિકારીના પગ તળે રેલો આવતો હોવાથી હવે સમગ્ર કાંડ પર પાણી રેડી દેવાની પેરવી

લેન્ડ ગ્રેબીગ એકટ તળે ફરીયાદ થાય તો જ આ કૌભાંડ આખેઆખુ બહાર આવે, નહી તો માથાભારે બની બેઠેલા સરકારી બાબુ સામ-દામ-દંડ-ભેદ કરીને આખાય કાંડ પર પડદો પાડી દેવા મારી રહ્યા છે ભરપુર હવાતીયા

કોઈની પણ ભુલ-છળકપટ કે પછી ઈરાદાપૂર્વકની બેદરકારીથી સરકારી પડતર-ખરાબાની જમીન કે વાડા રેકર્ડ પર સ્વતંત્ર માલીકી ભોગવટાના દર્શાવી દેવાની ભુલ થઈ હોય અને તે કયાંક સોગદનામાઓના આધારે દસ્તાવેજો બની ગયા હોય તો હવે તેને રદ કરવાના પાવર નામદાર સિવિલ અદાલતમાં દાદ મંગાયા બાદ તેઓને જ રહેલ છે. સબ રજીસ્ટ્રારના હાથ બંધાયેલા હોય છે : શ્રી ચાવડા(સબ રજીસ્ટ્રારશ્રી, મુંદરા)

આરટીઆઈ એકટીવીસ્ટને માહીતીઓ આપવામાં કેમ સુધરાઈ સહિતના જવાબદારો કરી રહ્યા છે પાછીપાની? એવુ તો શું બહાર આવી જશે આ માહીતીઓ આપી દેવાથી કે સતત એકટીવીસ્ટને માહીતી મુદ્દે બતાવાય છે ઠેંગો ?

ગાંધીધામ : મુંદરા શહેરની સોનાની લગડી જેવી જમીનને પાણીના ભાવે ભુમાફીયાઓને વેંચી દેવાના એક મસમોટા બારોઈ-મુંદરા પટ્ટાના ૮૦ કરોડથી વધુના કૌભાંડનો થોડા સમય પહેલા જ ખળભળાટી સર્જતો સળવળાટ સામે આવવા પામી ગયો હતો. એકચોટ તો ગ્રામ પંચાયત, નગરપાલીકા, ભુ માફીયા- ડેવલોપર્સ સહિતનાઓની ભ્રષ્ટ ટોળકી દ્વારા આ બાબતે કોઈ આપણુ કશું જ ઉકાળી નથી લેવાનુ તેમ માની ફરતી હતી પરંતુ માધ્યમોમાં સચોટ સવાલો ઉઠાવતા અહેવાલો ઉજાગર થવા પામી જતા હવે મહેસુલ વિભાગ ગુજરાત સરકાર તથા કચ્છ કલેકટર કક્ષાએથી પણ આખાય પ્રકરણમાં તપાસના કડક આદેશો આપી દેવામા આવ્યા હોવાના મળતા અહેવાલો બાદ સુધરાઈના સિંઘમ બની ફરતા અધિકારી દ્વારા આખાય કાંડ પર પડદો પાઢી દેવા એટલે કે ઢાંકપીછોડા કરવાના અધમપછાડાઓ શરૂ કરી દેવામા આવ્યા હોવાની સ્થીતી સામે આવવા પામી રહી છે. આ બાબતે વધુ વાત માંડીએ તો હવે નગરપાલીકાના જવાબદારો દ્વારા મુંદરા સબ રજીસ્ટ્રાર તંત્રને આવી જમીનોના દસ્તાવેજો બનતા અટકે અથવા તો બની ગયેલા દસ્તાવેજો રદ કરવામાં આવે તે મુજબની કાર્યવાહી થવા લેખિતમાં પત્ર પાઠવી દીધો છે. જો કે, ખીચડી રંધાઈ ગઈ અને તે પણ ખુદના મલિન ડહાપણ બાદ પછીની કાર્યવાહી કામ લાગતી નથી હોતી તેવી જ રીતે સુધરાઈના જવાબદારના પત્ર મળ્યાના બીજા જ દીવસે સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા ત્વરિત જ પત્ર પાઠવી દેવાયો છે અને તેમાં સુધરાઈના સીઈઓ ખુદ મનાઈ ઓથોરીટી નથી, કદાચ દસ્તાવેજો બની ગયા હોય તો હવે તેને રદ કરવાની સત્તા નામદાર અદાલતને જ રહેલી હોવાનુ સ્પષ્ટ જણાવી દઈ અને આખાય પ્રકરણ પર પડદો પાડવની ભ્રષ્ટ સિન્ડીકેટની મનસા પર સબ રજીસ્ટ્રારશ્રીની તટસ્થ કાર્યવાહીથી પાણી જ ફરી વળ્યુ હોય તેમ લાગી રહયુ છે.મુંદરાના સબ રજીસ્ટ્રારશ્રીને પત્ર પાઠવી અને નમુના આઠમાં પાણીના વપરાશી કર વસુલવા આપવામા આવેલા ઉતારાને આધાર બનાવીને દસ્તાવેજ પ્રક્રીયા હાથ ન ધરવા જણાવાયુ છે. હેતુલક્ષી કર વસુલાત ભરપાઈ કરવાથી માલીકી હક્ક પ્રસ્થાપિત થતો ન હોવાથી થયેલ દસ્તાવેજી પ્રક્રીયાને રદ કરવા પણ સુધરાઈના પત્રમાં જણાવાયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. તો વળી બીજીતરફ આ બાબતે મુંદરા સબ રજીસ્ટ્રાર કચેરીના શ્રી ચાવડાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મુંદરાના સીઈઓ દ્વારા અમને બે-પાંચ રોજ પહેલા જ એક લેખિત પત્ર લખી અને નગરપાલીકાના આકરણી રજીસ્ટ્રરમાં દબાણ દર્શાવેલ છે તેવા કેટલાક લોકો સરકારી પડતર જમીનોના દસ્તવોજો બનાવવાની ફિરાકમાં છે જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની તકેદારી રાખવી તેમ જણાવાયુ છે. પરંતુ નગરપાલીકાના સીઈઓએને દસ્તાવેજો બનતા અટકાવવાની કદાચ સત્તા રહેલી નથી, નામદાર અદાલતને આ પ્રકારની સત્તા રહેલી છે. કોઈની પણ ભુલ-છળકપટ કે પછી ઈરાદાપૂર્વકથી સરકારી પડતર-ખરાબાની જમીન કે વાળા રેકર્ડ પર સ્વતંત્ર માલીકી ભોગવટાના દર્શાવી દેવાની ભુલ થઈ હોય અને તે કયાંક સોગદનામાઓના આધારે દસ્તાવેજો બની ગયા હોય તો હવે તેને રદ કરવાના પાવર નામદાર સિવલ અદાલતમાં દાદ મંગાયા બાદ તેઓને જ રહેલી છે. રજીસ્ટ્રારના હાથ બંધાયેલા હોય છે અને અમારી કક્ષાએ કદાચ આવા દસ્તાવેજો બન્યા હશે તો તે રજીસ્ટ્રર્ડ એકટ (૪પ)અનુસાર નિયમ મુજબના જ થવા પામ્યા હશે. નગરપાલિકાના સીઈઓ દ્વારા અમને પાઠવાયેલા પત્રનો અમે બીજા જ દીવસે પ્રત્યુત્તર પણ આપી દીધો છે. તેઓના પત્ર આવ્યા પહેલા કોઈ દસ્તાવેજો બની ગયા હોય તો હવે નામદાર અદાલત તેને રદ કરવા સક્ષમ હોવાનુ શ્રી ચાવડાએ ઉમેર્યુ હતુ. એકંદરે સુધરાઈ દ્વારા ભુલ-છળકપટ કે ગુન્હાહિત બેદરકારી સાથે સરકારની કરોડોની જમીનોને સ્વતંત્ર માલીકીની દર્શાવી દેવાઈ છે તેનો મુદ્દો હવે નામદાર સિવિલ અદાલતના દ્વારે જાય અને સુધરાઈ તથા ગ્રામ પંચાયતના પૂર્વ લાપરવાહોની સામે ધાક બેસાડતી કાર્યવાહી થાય તો પણ નવી નવાઈ નહી કહેવાય.

મુંદરા-બારોઈ જમીન કૌભાંડમાં હજુય સળગતા સવાલો..!કલેકટરશ્રી માત્ર માંગે આ બધા મુદાઓની માહીતી

• સરકારી પડતર-ખરાબાની જમીન નગરપાલીકામાં આકરણી રજીસ્ટર પર ચડાવાઈ કઈ તારીખે અથવા તો કયા સમયગાળામા?• રપ ઓગષ્ટ ર૦ર૦ના ગ્રામ પંચાયત નાબુદ થઈ અને ૧૬મી માર્ચ ર૦ર૧ના રોજ નગરપાલીકાની પ્રથમ સામાન્ય સભા મળી અને અસ્તિત્વમાં આવી, તો શું આ બધી જ સરકારી જમીનોની ર૭ જેટલી મિલ્કતોને આ સમયગાળાની વચ્ચે આકારણી કરવામાં આવી છે?• સુધરાઈના સીઈઓ કહી રહ્યા છે કે, અમે તો પાણી કનેકશન આકારણી માત્ર કરી છે, પરંતુ અહી સવાલ એ થાય છે કે સરકારી ખરાબા-પડતર જમીન પર પાણી કનેકશન આવે જ કયાથી? • બાંધકામ હોય કદાચ દબાણયુકત હોય તો તેના પર પાણી વેરાની આકારણીઓ કરવાની જરૂર પડે, ખરાબાની જમીન પર કયાથી આવે?• નથરપાલિકાએ આકારણી કરી તો જે-તે મિલ્કતને આકારણી રજીસ્ટ્રારમાં જમીન માલીક કયા આધારે દેખાડી દીધા? • શુ સરકારી પડતર-ખરાબાની જમીનોના માલીક કલેકટરશ્રીના હુકમ-સનદ અથવા તો દસ્તાવેજ વિના બની શકાય ખરૂ? • વાડા-વરંડા-પ્લોટ-સરકારી ખરાબાની જમીનોને આકારણી રજીસ્ટરમાં કોની સહીથી સુધરાઈમાં ચડાવાયા છે?• મુંદરામાં પાછલા બે-ચાર માસમાં કેટલા વાડા માલીક બની ગયા છે? તેની યાદી ચકાસવામાં આવે તો પણ મોટો ખુલાસો થઈ શકે

સિંઘમ બની ફરતા સુધરાઈના અધિકારી ભુલી ગયા, તેઓ નથી મનાઈ ઓથોરીટી

ગાંધીધામ : ઘોડા છુટયા બાદ તબેલાને તાણાં મારવામાં આવતા હોય તેવી રીતે ગ્રામ પંચાયત વિસર્જિત થઈ અને નગરપાલીકા અસ્તિત્વમાં આવી તે પહેલા જ વિકાસ કામોના નામે સરકારીજમીનો-ખરાબા-પડતરની તથા વેરાન વાડાઓને અપયોલી સ્વતંત્ર માલીકી-ભોગવટાની મંજુરીઓ સુનિયોજીત જમીન કૌભાંડની ગંધ આપી જ જાય છે. આ બાબતે માધ્યમોમાં થયેલા ભારે હોબાળા બાદ હવે રહી રહીને નગરપાલીકાના અધિકારી દ્વારા સબ રજીસ્ટ્રારને લખીને આવા દસ્તાવેજો ન કરવા અથવા તો થયેલા દસ્તાવેજો રદ કરવાની સુચનાનો પત્ર આપી દીધીો છે. સમગ્ર પ્રકરણનો રેલો સુધરાઈના લાપરવાહો તરફ ફંટાઈ રહ્યો હોવાથી હવે આનનફાનનમાં આવો પત્ર તો લખાઈ ગયો પણ સબ રજીસ્ટ્રાર તો રજીસ્ટર્ડ એકટ અનુસાર જ કાર્યવાહી કરતા હાય છે અને તેઓ ખરીદનાર-વેચનારાઓ સહીતની જરૂરી તકેદારીઓ રાખી જ હોય છે. આવામાં સબ રજીસટ્રારને સુચનાઆો આપવા કે મનાઈ ફરમાવવા સુધરાઈના સિંધમ બની ફરતા અધિકારી મનાઈ ઓથોરીટી ખુદ નથી તે વિસરી ગયા કે શુ? આવા સવાલો પણ થવા પામી રહ્યા છે.

નગરપાલિકાને એકાએક કેમ ફુંટી ડહાપણની દાઢ ?:કે, પછી ફરીયાદથી બચવાના થાય છે ત્રાગા-ધતીંગ ?

ગાંધીધામ : મુંદરા-બારોઈમાં સરકારી જમીનોને ખાનગી માલીકીમાં ખપાવી દેવાના અંદાજે ૮૦ કરોડના મસમોટા કૌભાંડમાં શરૂઆતમાં સોય ઝાટકીને ખુદને સાફસુથરા બતાવતી નગરપાલીકાના જવાબદારો હવે સબ રજીસ્ટ્રારશ્રીને લેખિતમાં પત્રો પાઠવી અને નગરપાલિકાએ આકારણી પર ચડાવી દીધેલી સરકારી મિલ્કતોના ખાનગી સ્વતંતર ભોગવટાના દસ્તાવેજો ન બની જાય તે જોવા કાયદેસરની કાર્યવાહી કરવાના પત્રો લખી રહ્યા હોવાનુ મનાય છે? આવુ કેમ? નગરપાલીકાન હવે એકાએક જ કેમ ડહાપણની દાઢ ફુંટવા લાગી ગઈ છે? આવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. શુ સરકારની કરોડની મિલ્કત ખાનગી પાર્ટી-ભુમાફીયઓ ચાઉ કરી રહ્યા હોવાનુ હવે ભાન તેઓને થવા પામી ગયુ છે એટલે કે પછી નગરપાલિકાના જવાબદારોની સામે હવે કડક કાર્યવાહી થવાની સંભાવનાઓ વધુ તેજ બની ગઈ છે એટલે ખુદ કાર્યવાહીથી-ફરીયાદો થવાથી બચવાને માટે સબ રજીસ્ટ્રારશ્રીને પત્રો પાઠવી રહ્યા છે. કે પછી આખાય પ્રકરણ પર પડદો પાડી દેવાના ગતકડાઓ અજમાવી રહ્યા છે?