મુંદરા બંદરે સમુદ્રી ચાંચિયાનો શિકાર બનેલું જહાજ લાંગર્યું

જહાજ પર બે મિસાઈલ છોડી હુમલો કરાયો હતો

મુંદરા : દરિયાઈ ચાંચિયાનો શિકાર બનેલું જહાજ મુંદરા બંદરે લાંગયું છે. દારેસલામથી સફર શરૂ કરનારા કન્ટેઈનર શિપ પર બે મિસાઈલ છોડી હુમલો કર્યો હતો. જેની એજન્સીઓ દ્વારા તપાસ થઈ રહી છે. એમએસસી લોરી નામનું આ કન્ટેઈનર જહાજ દારેસલામથી નીકળ્યા બાદ ૩૯૦ નોટિકલ માઈલ દરિયાઈ માર્ગ આવી રહ્યું હતું ત્યારે દરિયાઈ ચાંચિયાઓએ આ માલવાહક કેન્ટેઈનર શિપ ઉપર બે મિસાઈલથી હુમલો કર્યો હતો. પરિણામે સ્ટીમરનો કેટલોક ભાગ ક્ષત્રિગ્રસ્ત થયો હતો. કન્ટેઈનર શિપની સઘન તપાસ બને ક્રુની પૂછપરછ કરવા માટે નેવી, કસ્ટમ, બીએસએફ, આઈબી સહિતની એજન્સીઓ મુંદરા આવી જશે અને જરૂરી માહિતી ભેગી કરશે. બે મિસાઈલનો વાર સહન કર્યા બાદ સ્ટીમરે ઝડપ વધારી નાસી છૂટી હતી. ઘટનાના આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડઘા પડ્યા છે અને મિસાઈલથી હુમલો કરનાર કોણ હતા તેની તપાસ શરૂ થઈ છે.