મુંદરા બંદરથી લાલચંદનની દાણચોરીનો કારસો : ગાંધીધામના વિનુ આણી ગેંગની ગોઠવણ..!

  • સી..સી..સ.., કોઈને કહેતા નહીં..!

તમિલનાડુ-આંધ્રપ્રદેશથી લાલંચદનને ગુજરાતમાં ઠાલવી-અહીથી એકસપોર્ટ કરવાની ચાલતી પેરવી : મુંદરા આસપાસમાં જમીનો ખરીદાઈ ગઈ, ગોડાઉનો પણ બની ગયા : પ્રતિબંધીત લાલચંદનને આ ગોડાઉનમાં રાખી, અહીથી જ નિકાસ કરવાનો તખ્તો : મુંદરા સુધી લાલચંદન લાવી-સેનેટરી વેરની આડમાં મુંદરા બંદરેથી નીકાસ કરવાની થઈ ગઈ છાની ગોઠવણીઓ : વિયેટનામ-દુબઈ રૂટ ફાઈનલ કરાયાની પણ ચર્ચા

કસ્ટમ-ડીઆરઆઈ સહીતની એજન્સીઓ આગોતરી વોચ ગોઠવે તે જરૂરી, નહી તો કરોડોના લાલચંદન સરકી ગયા બાદ નામ-સમ ખાવા પુરતા એકાદ-બે કન્સાઈનમેન્ટ જ આવશે હાથમાં : જાણકારોની લાલબત્તી

ગાંધીધામ : લાલચંદનની તસ્કરીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલીય ગેંગ સક્રીય છે. ભારત તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ નથી થતો પણ ચીન, જાપાન, મ્યાનમાર, અને પૂર્વીય એશીયામાં લાલચંદનની માંગ ખુબજ રહેલી છે. ભારતમાં તમિલનાડુ-આંધ્રપ્રદેશમાં લાલચંદનના વૃક્ષો મોટી માત્રામાં છે. લાલચંદનને દક્ષીણના રાજયોમાં બંદરો પરથી નિકાસમાં સખ્તાઈ વધારી દેવામા આવી અને લગભગ બેન્ડ જ કરી દેવામા આવ્યા ત્યારથી લાલચંદનના તસ્કરોએ ગુજરાત-કચ્છના બંદરો પર મલિન ડોળો નાખવાનુ શરૂ કરી દીધુ હતુ.પાછલા પાંચ-આઠ વરસમાં કચ્છના બંદરો પરથી પણ લાલચંદનની તસ્કરીના અનેકવિધ પ્રયાસોના ભોપાળાઓ છત્તા થવા પામી ગયા છે. જેના પગલે જ બેથી ત્રણ વર્ષથી અહી લાલચંદનની તસ્કરી પર જાણે કે બ્રેક સમાન જ સ્થિતી આવી જવા પામી હતી. પરંતુ હવે જાણકારો દ્વારા બહાર આવતી માહીતી અનુસાર ફરીથી મુંદરા બંદરેથી લાલચંદનની દાણચોરી કરનારાઓ કારસો ગોઠવી રહ્યા હોવાની ગંધ સામે આવવા પામી રહી છે.લાલચંદનની તસ્કરી કરવી તે કોઈ નાની સુની વાત નથી. લાલચંદનની તસ્કરી એ પણ કચ્છના બંદરેથી કરવાને માટે એક આખીય મોટી સિન્ડીકેટ કામ કરતી હોય છે. હાલમાં જે ગોઠવણો કરવામા આવી છે તે પ્રમાણે લાલચંદનને મુંદરા સુધી લાવવા અને અહી સેનેટરી વેરની આડમાં વિયેતનામ-દુબઈથી વાયા ચીન મોકલવાની પેરવી કરાઈ છે.લાલચંદનની દાણચોરી કરવા માટે સાત અલગ અલગ સ્ટેજ-તબક્કાઓથી પસાર થવુ પડતુ હોય છે. તમિલનાડુ અથવા આંધ્રપ્રદેશમાં અંતરીયાળ વિસતારના લોકોને ૪૦ હજાર રૂપીયા પાંચ દીવસના આપી અને કટીંગ કરાવાયા છે. જે કટીગ કરાયેલ જથ્થાને તે સ્ટેટના ઉપરાંતના રાજયના ગોડાઉનમાં સંગ્રહ કરવા માટે મોકલી દેવાય છે અને તે ગોડાઉન સમીપેના બંદર પરથી તેની દાણચોરી-નિકાસ કરી દેવામા આવે છે. લાલચંદનનુ ફાઈનલ ડેસ્ટીનેશન ચાઈના જ હોય છે. ચાઈનામાં અણુમથકોને ઠંડા કરવા માટે તથા ફર્નિચર બનાવવાને માટે પણ ભારતના લાલચંદનનો જથ્થો તમામ રીતે પરવડે છે. એટલા મોટ જ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી મારફતે મુંદરા બંદરથી નિકાસ કરવાને માટે ગોડાઉનો ઉભા કરવા મીઠાના પ્લોટના નામે જમીનો ખરીદાઈ રહી હોવાનુ કહેવાય છે. આ માટે ગાંધીધામના પ્રખ્યાત વિનુ આણી ટોળકીએ ગોઠવણો કરી લીધી હોવાનુ ચર્ચાય છે. મોરબીજી સેનેટરી વેર કન્ટેનરમાં ભરાય અને તેમાં મુંદરામાં ગોડાઉનોમાં ખડકાયેલા લાલચંદનનો જથ્થો મિક્ષ કરી મીસ ડીકલેરેશન મારફતે મુદરા કાંઠેથી એક્ષપોર્ટ કરી દેવાની ગોઠવણીઓ પુરેપુરી કરી લેવાઈ હોવાનો મનાય છે.હકીકતમાં આ બાબતે કસ્ટમ અને ડીઆરઆઈ જેવી એજન્સીઓ વધારે સતર્ક બને અને આ પ્રકારની સિન્ડીકેટ અહી વિકસી જાય તે પહેલા જ તેમના પર ધોંષ બોલાવે અને બાજ નજર રાખે તે દેશના હિતમાં કહેવાશે. જો આ પ્રકારે લાલચંદન તસ્કરો ફાવી ગયા તો ફરીથી લાલચંદનની દાણચોરીનો ધમધમાટ કચ્છના બંદેરથી શરૂ થઈ જવા પામી શકે તેમ છે જેનાથી દેશની તિજોરીને પણ મોટુ નુકસાન થવા પામી જશે તેવી વકી જાણકારો સેવી રહ્યા છે.