મુંદરા પોલીસ કારમાંથી ૧૬ હજારના શરાબ સાથે એક શખ્સને દબોચ્યો

અંજાર પોલીસે એક બાટલી સાથે બાઈક ચાલકને પકડ્યો

મુંદરા : તાલુકામાં આવેલ જિંદાલ કંપનીના ગેટ નં. ૧ પાસેથી પોલીસે કાર સવાર શખ્સને ૧૬, ૪પ૦ના દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. તો અંજાર પોલીસે એક બાટલી સાથે બાઈક ચાલકને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જિંદાલ કંપનીના ગેટ નં. ૧ ની સામેથી આરોપી ભરત ભીમા સોઢાને ઝડપી પડાયો હતો.જી.જે. ૧ર ડી.એ. ૬૩૯૮ નંબરની કારમાં આરોપી જુદા જુદા બ્રાન્ડની દારૂની બોટલ નં. ૪૬ કિ.રૂા. ૧૬, ૪પ૦ વેંચાણ અર્થે રાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જયારે અન્ય આરોપી શૈલેન્દ્રસિંહ રાણુભા જાડેજા પોલીસને હાથ લાગ્યો ન હતો. બીજી તરફ અંજાર પોલીસે સુઝુકી એકસેસ ગાડીમાં દારૂની બોટલ લઈને જતા આરોપી ભાવેશ અતુલભાઈ ધુવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે વાહન ચેકીંગની પેટ્રોલીંગ દરમિયાન વરસામેડી નાકા પાસેથી આરોપીની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.