મુંદરા ખાંડ નિકાસની આડમાં નાપાક કારસો : ડ્રેગનની છાની રમત : કેન્દ્રીય એજન્સી બને ગંભીર

  • મુંદરા કસ્ટમમાં સામુહિક સાફસફાઈ કરો : ભ્રષ્ટ કાળાધોળા હદ વટાવે છે

ખાંડના કાન્સાઇનમેન્ટની આડમાં અણુ સાધનો ઘુસાડાતા હોવાની ગંધ : ડીઆરડીઓની ટીમ આવશે કચ્છ : એક વર્ષમાં બીજીવખત ચાઈનાથી વાયા કચ્છ પાકીસ્તાન-કરાંચી એટમીક સામગ્રીઓ મોકલાતી હોવાનો થયો મસમોટો પર્દાફાશ

ખાટલે મોટી ખોટ : કસ્ટમતંત્ર-એપ્રેઈજર કક્ષાના અધિકારીઓને દુર કરવા જરૂરી : મુંદરામાં કસ્ટમમાં ભ્રષ્ટાચારનો સડ્ડો દેશ હિતને મુકી શકે છે મોટા જોખમમાં : ગુજરાત કસ્ટમના ચીફ અજય ઉબાલે મુંદરા-કંડલા કસ્ટમ પર ગાજ વરસાવે તે સમયનો તકાજો : આ તો બગાસા ખાતું પત્તાસુ જ આવ્યુ હોવાનો છે વર્તારો : ખાંડના કન્સાઈન્ટમેન્ટ ઝડપ્યા અને એટોમીક ચીજવસ્તુઓનો થયો ખુલાસો : આવા તો ૧૦૦૦ કન્ટેઈનર નિકાસ થઈ ગયાની છે વકી..તેનું શુ?


ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના જ એક એવા કચ્છમાં ખાનગી પોર્ટ પર કસ્ટમવીભાગની લાપરવાહી હવે હદ વટાવી રહી હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. મુંદરા બંદર પર પાછલા એકાદ બે માસમાં મિસડીકલેરેશન કૌભાંડો તો મોટા બહાર આવી જ રહ્યા છે પણ હવે ડ્રેગન દ્વારા કચ્છના બંદરોના રસ્તથી કરાંચી સુધી પરમાણુ હથિયારો કે તેના પુર્જા જે ડીફેન્સમાં ઉપયોગમાં લેવાય તે મોકલવાની ચેનલનો ફરીથી પર્દાફાશ થવા પામ્યો છે. મુંદરા કસ્ટમ કે અન્ય સ્થાનિક એજન્સીને અહી દાદ દેવા સમાન વાત નથી બની કારણ કે, ખાંડના બારોબાર સગેવગે કરવામા આવેલા કન્સાઈન્ટમેન્ટની તપાસમાં આવુ મસમોટુ ભોપાળુ બહાર આવવા પામી ગયુ છે.આ અંગે પ્રાથમિક રીતે મળતી માહીતીની વાત કરીએ તો મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં ચીનથી પાકિસ્તાન જતા મિસાઈલના પુર્જા મળતા ખળભળાટ મચ્યો છે. આધારભૂત સુત્રોમાંથી માહિતી મળી છે કે, ડિસેમ્બર માસમાં શંકાસ્પદ ક્ધટેનર સિઝ કરાયું હતું, જેના નમૂના તપાસ માટે અપાયા હતા. જેનો રિપોર્ટ ગઈકાલે આવ્યો છે. રિપોર્ટ આવતા જ આ ઘટસ્ફોટ થયો છે. શંકાસ્પદ વસ્તુઓમાં પરમાણુ બોંબ બનાવવાનો સામાન હોવાની ચર્ચા થઈ રહી છે જોકે, કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી અપાઈ નથી. પરંતુ જે માહિતી મળી રહી છે તે મુજબ ખાંડની આડમાં શંકાસ્પદ સામાન લઈ જવાતો હતો ત્યારે સુગર ક્ધસાઈમેન્ટની તપાસ વખતે સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગેનો રિપોર્ટ આવતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મરીન અને સ્થાનિક પોલીસ બાદ હવે ગુપ્તચર સંસ્થાઓ પણ તપાસમાં ઝુકાવે તેવી સંભાવના છે. વિસ્તૃત વિગત મુજબ મુંદ્રા પોર્ટ પર સુગર ભરેલા ૧૦૦થી વધુ ક્ધટેનરોની તપાસ વખતે એક ક્ધટેનરમાં તપાસ કરતા તેમાં કોઇ શંકાસ્પદ જથ્થો હોય તેવું જણાયું હતું. એટલે સ્થાનિક કસ્ટમ અધિકારીઓએ ઉચ્ચ સ્તરે જાણ કરી હતી. તેની તપાસ માટે નિષ્ણાંતોની ટીમને બોલાવાઈ હતી. સુત્રોના દાવા અનુસાર ડીઆરડીઓની ટીમે પણ આવીને તપાસ કરી હતી. બાદમાં નમૂના ચકાસણી માટે મોકલાયા હતા. જેનો રિપોર્ટ આવતા કેન્દ્રીય કક્ષાની અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં ઝુકાવે તેવી સંભાવના છે.