મુંદરામાં યુવાને કર્યો અકળ આપઘાત

હિમાચલ પ્રદેશના શ્રમજીવી યુવાને પોતાના ઘેર ગળેફાંસો ખાધો

(ક્રાઈમ પ્રતિનિધિ)મુંદરા : શહેરની સમુદ્ર ટાઉનશીપમાં રહેતા શ્રમજીવી યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે મુંદરા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દર્જ કરાતા તપાસ હાથ ધરાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મુળ હિમાચલ પ્રદેશના અને હાલ મુંદરાની સમુદ્ર ટાઉનશીપમાં રહેતા હેમરાજ લક્ષ્મણ (ઉ.વ.૩૧) નામના યુવાને પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવ અંગે તેના સહકર્મી જયપ્રકાશ રામલખન શર્માએ મુંદરા પોલીસને જાણ કરી હતી. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ પીએસઆઈ બી. જે. ભટ્ટે હાથ ધરી છે.