મુંદરાના સમાઘોઘામાં બાવળની ઝાડીઓ વચ્ચે ગંજીપાના ટીંચતા 5 શખ્સો ઝડપાયા

પશ્ચિમ કચ્છ એલસીબીએ દરોડો પાડીને રૂ.30,600નો મુદ્દામાલ કર્યો કબ્જે

મુંદરા : તાલુકાના સમાઘોઘા ગામે આવેલ જિંદાલ કંપનીના ગેટ નં.-2ની સામે બાવળની ઝાડીઓમાં ગંજીપાના વડે જુગાર રમતા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પશ્ચિમ કચ્છ એલસીબીએ પાડેલા દરોડામાં રૂ. 25,100ની રોકડ રકમ સહિત મોબાઈલ મળીને 30,600નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સુચનાને પગલે પશ્ચિમ કચ્છ એલસીબીનો સ્ટાફ દારૂ-જુગારની બદીઓને નેસ્ત નાબૂદ કરવા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મુંદરાના સમાઘોઘામાં આવેલ જિંદાલ કંપનીના ગેટ નં.-2ની સામે બાવળની ઝાડીઓમાં દરોડો પડાયો હતો. જેમા સ્થાનિકે રહેતા પર પ્રાંતિયોમાં રાકેશ ત્રિભુવન બ્રાહ્મણ, સુરેશકુમાર નનહાક માંઝી, બ્રીજનંદન બબલુ કુશવાહ, પપ્પુ હલકે વિશ્વકર્મા, સોનુ ચાલીરામ રાજપૂતની ધરપકડ કરાઈ હતી. આરોપીઓના કબ્જામાંથી રૂ. 25,100ની રોકડ રકમ તેમજ મોબાઈલ મળીને 30,600નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અને મુંદરા પોલીસ મથકે જુગારધારા તળે ગુનો રજીસ્ટર કરાયો હતો.