મુંદરાના બુહચર્ચિત ૮૦ કરોડના જમીનકાંડમાં ટુંકમાં વધુ કડકા-ભડાકા

  • ડેપ્યુટી ડીડીઓશ્રી-પ્રાંત મુંદરાશ્રીની તપાસ સંપન્ન…….!

સરકારી પડતર જમીન, વાડાઓને માત્ર સોગંદનામાના આધારે નગરપાલીકાના વહીવટદાર શાસન દરમ્યાનના અધિકારી સહિતની ટોળકીએ ખાનગી પાર્ટીઓને સોનાની લગડી સમાન જમીનો પધરાવી દીધી હોવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ સંપન્ન : જિલ્લા કલેકટરશ્રીને તપાસ અહેવાલ સુપરત કરવાની તૈયારીઓ

ડે.ડીડીઓશ્રી સાથે સંયુકત રીતે તપાસનો આદેશ થયો હતો, તપાસ પૂર્ણ થઈ ગયેલ છે, જિલ્લા સમાહર્તાને સોપીશું તપાસ અહેવાલ : શ્રી ચૌધરી(પ્રાંત અધિકારી)

ગાંધીધામ : કોરોનાના કપરા કાળની વચ્ચે પણ કચ્છનુ વહીવટીતંત્ર અને અધિકારીગણ રાબેતામુજબની કામગીરી અને તપાસને સમાંતર જ ન્યાય આપી રહ્યા હોય તેમ મુંદરાના એક બહુચર્ચિત જમીન પ્રકરણમાં જાણવા મળતી માહીતી પરથી કહી શકાય છે. મુંદરામાં બારોઈ ગ્રામ પંચાયતને વિસર્જન કરવુ અને નગરપાલીકામાં તે ભેળવાય તે વચ્ચેના ગાળામાં અહીના બની બેઠેલા સિગમછાપ અધિકારી અને તેમની ટોળકીએ મળીને સરકારી અંદાજિત ૮૦ કરોડની જમીનો પ્રાઈવેટ પાર્ટીને માત્ર સોગદનામાના આધારે જ પધરાવી દીધી હોવાનો જે ઘટનાક્રમ બહાર આવ્યો હતો તેને લઈને વધુ કેટલીક નવી હલચલ સામે આવવા પામી રહી છે અને કોરોનાની મહામારી સહેજ હળવી થવાની સાથે જ આ કૌભાંડમાં પણ નવા અને વધુ કેટલાક કડાકા-ભડાકા થવા પામી શકે તેવો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. આ બાબતે મુૃંદરા સહિતની જમીન માર્કેટમાં ચાલતી હલચલ અંગે જો પહેલા વાત કરીએ તો મુંદરા – બારોઈની સોનાની લગડી સમાન જમીન રૂ.૮૦ કરોડના જે ગોટાળો થયો હોવાનો મુદો ખુબ ગાજી ચુકયો છે. જેમા મોટા મોટા નામાકિત જવાબદારી પપ લોકો દ્વારા બે ધડક અને સહકારીતંત્રની મીલીભગત ન.પા. સત્તા સંભાળે તે પહેલા વહીવટદરના શાસનમા સરકારી માલિકોની ખાલી જમીન સાહેબને પ્રસાદીઓ ધરી તથા હરીભરી ગાંધીબાપુની નોટોથી મોઢુ બંધ કરવા અને લેન્ડ ગ્રબીંગ એક્ટની પરવા કર્યા વગર રૂ.૮૦ કરોડનું આચરવામાં આીવ ગયુ હતુ. આ પ્રકરણ અખબારી માધ્યમોમાં સચોટ જીણવટભર્યા અહેવાલો બાદ રાજયના મહેસુલ વિભાગે પણ તાબડતોજ તેમાં ગભીરતાથી દાખવી અને જિલ્લા પ્રસાસનને તેની તપાસ કરવાનો આદેશ આપી દેવામા આવ્યો હતો. જે બાદ ડે.ડીડીઓ શ્રી પ્રજાપતિ તથા માંડવી-મુંદરાના પ્રાંત શ્રી ચૌધરીને આ કેસની તપાસ સોપવામા આવી ગઈ હતી. પરંતુ બરાબર આ તપાસ સોચાયા બાદ કચ્છમાં પણ કોરોનાએ વિસ્ફોટ સૃજી દીધો અને જાણે કે, આ કેસ વિસરાઈ ગયો જ હોય તેવી લાગણીઓ સબંધિતોમાં સામે આવવા પામી હતી. પરંતુ આ બાબતે તપાસનીશ પૈકીના જ શ્રી ચૌધરી સાહેબથી ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ જણાવ્યુું હતુ કે, તપાસ અમને સોપાઈ હતી, પ્રાથમિક તપાસ પૂર્ણ થવા પામી ગઈ છે અને તપાસ અહેવાલ પણ તૈયાર કરી લેવાયો છે, કોરોનાની મહામારીએ પીક પકડતા તે પ્રાથમિકતા સૌની બની હતી તેથી ડીએમશ્રી કક્ષાએ આ તપાસ અહેવાલ સોપાયો નથી. કોરોના સહેજ હળવો થશે એટલે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને તપાસ અહેવાલ સોપી દેવામા આવશે. તપાસ અહેવાલ સોપાય તે બાદ જિલ્લાસ્તરે જ આ કેસમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામા આવશે.તપાસ અહેવાલ જયા સુધી ડીએમશ્રીને ન સોપાય ત્યા સુધી કશુજ કહેવુ તેઓએ ઉચિત નહોતુ ગણાવ્યુ.એટલે હવે આ કેસમાં વધુ કેટલાક નવા ખુલાસા ટુુંક જ સમયમાં થવા પામી શકે તેવો સિનારીયો હાલતુરંત ખડો થવા પામ્યો છે.

ખાટલે મોટી ખોટ : બહુ ગાજેલ કૌભાંડ એકાએક ઠપ્પ કેમ થઈ ગયુ? મોટાઉપાડે ફરીયાદો કરનારા પણ કેમ બની ગયા છે મુંગામંતર? તપાસ વિલબિત થવા પાછળ કોનુ દબાણ? શેની નડે છે શર્મ? કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને બદલી પામેલા સિંઘમછાપ અધિકારીની સામે કેમ ન કસાય બરાબરનો કાયદાકીય ગાળીયો..? શું બદલી કરાવી લીધી અથવા તો થઈ ગઈ એટલે કૌભાંડોમાંથી નામ બહાર થઈ ગયુ? : ભય-ભુખ અને ભ્રષ્ટાચાર મુકત સાસનની વાતો કરનાર સરકાર આવા ચમરબંધી અધિકારીને કેમ જેલના સળીયાની પાછળ ન ધકેલેે? : સ્થાનિકના ડેવલોપર્સ અથવા ભુ માફીયાઓના નામો કેમ ન આવ્યા બહાર? : દારૂના કેસમાં બુટલેઘરોને પકડનાર પોલીસમિત્રો ફોટાઓ પડાવીને અખબારોમાં અપાવે છે તો આવા મગરમચ્છો કેમ આબાદ ફરી રહ્યા છે? : મુંદરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નામજોગ અપાયેલી યાદી કેમ નથી કરાતી સાર્વજનિક? મસમોટી રકમનો ભ્રષ્ટાચાર આચરનાર પર કાયદો કેમ ચાબુક નથી વીંજતો?