મુંદરાના બાવડીબંદર પર અપાયેલ મીઠાના અગરોની ૧૯ લીઝ રદ કરો

જિલ્લા વહીવટીતંત્રને માછીમાર સંગઠનની રજુઆત

ગાંધીધામ : કચ્છ જિલ્લાના મુૃદરાના બાવડી બંદરની દરીયાકાંઠાની જવિક સંવેદનશીલ જમીન પર મીઠા ઉત્પાદન માટે વિવિધ ૧૯ મીઠાના અગર બનાવવા માટે આપવામાં આવેલી લીજ રદ કરવાની અરજી માછીમાર સંગઠન દ્વારા કરવામા આવી છે. રજુઆતમાં જણાવ્યાનુસાર તાઃ૩૦-૧-૨૦૨૦ ના અરજી કરીને જાણ કરી હતી જે બાબતે આજ દિન સુધી કોઈ જ તપાસ કરવામાં આવેલ નથી. આ લીઝ ધારકો મીઠાના અગરનું બાંધકામ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેથી આ બાબતે તાત્કાલીક નિયમાનુસાર કાર્યવાહી કરવા કરશો.કલેકટર કચેરી દ્વારા જે જગ્યા પર ૧૯ લીઝ મંજુર કરવામાં આવેલી છે તે જગ્યા પર આ પુર્વ ‘’જય જોગણી સોલ્ટ” નામની કંપની લીઝ ધરાવતી હતી જેમણે સી.આર.ઝેડ. કલીયરન્સ મળેલ ના હોય પત્ર નંબર લેન્ડ/પ/સોલ્ટ/વશી/૧૧૧૧૨/૨૦૧૫/તારીખઃ ૨૪-૩-૨૦૧૫ વાળા પત્રથી લીઝના મંજુર કરવામાં આવેલ. આજ સવાલ વાળી જમીન પર વસતા ગોવિંદ ચાવડાના નામથી મોજેઃ કુકડસર તા. મુંદરા ટ્રા.સ. ન. ૨૧૧ વાળી જમીન પર મીઠાના અગર બનાવવા માટે સી.આર.ઝેડ કલીયરન્સ માટે અરજી કરવામાં આવેલ જે બાબતે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા જી.સી.ઝેડ એમ.એ.ની તારીખઃ ૫/૧/૨૦૧૫ નાં રોજ યોજાયેલ મીટીંગમા ગીર ફાઉન્ડેશનના ડાયરેકટર દ્વારા સ્થળ મુલાકાત કરવા માટેનો નિર્ણય કરવામાં આવેલો.જી.સી.ઝેડ એમ.એન.ની તારીખઃ ૧૦-૪-૨૦૧૫ની મીટીંગમાં વસતા ગોવિંદ ચાવડા દ્વારા કરવામાં આવેલ અરજી અંગેના ચર્ચા કરતા ગીર ફાઉન્ડેશન ડાયરેકટરના રીપોર્ટને ધ્યાન પર લેવામાં આવેલ. રીપોર્ટ મુજબ પ્રસ્તાવિત વિસ્તાર એ બાયોલોજીકલી એકટીવ મડફલેટ ધરાવે છે.ચેરીયાનાં ઝાડ છે, કેટલાક ગીચ ચેરીયાનો ભાગ છે અને કેટલાક છુટા છવાયા છે, તેમજ અહીં ચેરીયાનું વાવેતર પણ કરવામાં આવેલ છે સાઈટ વીઝીટ મુજબ આ વિસ્તાર “મેંગ્રુવ પોટેશિયલ એરીયા” છે. આથી ઉપરોકત બાબતોને ધ્યાનમાં લઈ જી.સી.ઝેડએમ.એ. દ્વારા વસતા ગોવિંદ ચાડાના પ્રસ્તાવને ના મંજુર કરવામાં આવેલ (મીટીંગ મીનીટસ એનેક્ષર-૨)માનનીય અહીં એજ જમીન પર ૧૯ લીઝ આપવામાં આવેલ છે, જે બાબતે કેટલીક મહત્વપૂર્ણ બાબતે ફરીયાદીએ તંત્રનું ધ્યાન દોરેલ છે. જેમાં જણાવ્યા મુજબ ૧) મુંદરા સર્કલ ઓફીસર દ્વારા દરેક ૧૯ લીઝ અરજી બાબતે ૨૫/૬/૨૦૧૬ ના રોજ સ્થળ મુલાકાત કરવામાં આવેલી અને સ્થાનિક પંચનામું કરવામાં આવેલું. પંચનામા મુજબ આ જમીન પર કોઈ ઝાડ-પાન ઘાં આવેલા નથી તેમજ ઉગી શકે તેમ નથી.વાસ્તવિકતા- આ જમીન પર ચેરીયાનાં ઝાડ ઉગેલા છે, જેની પુષ્ટી જી.સી.ઝેડ એમ.એ.ની મીટીંગ મીનીટસમાં કરવામાં આવેલી છે, તેમજ સ્થાનિક સ્થળ તપાસ કરતા પણ સ્પષ્ટ થઈ આવે છે. તેમજ જી.સી.ઝેડ એમ.એ.નાં ડ્રાફટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં આ વિસ્તારને “ પોટેશીયલ મેંગ્રુવ એરીયા” તરીકે દર્શાવવામાં આવેલો.- આ જમીન મા તેમજ આજુબાજુમાં કોઈ બંદર આવેલ નથી. વાસ્તવિકતા- આ જમીનનાં કિનારા પર જ માછીમાર વસાહત આવેલી છે જેઓ ત્યાં બોટ દ્વારા અને પગડીયા માછીમારી કરે છે. (ગુગલ અર્થ ઈમેજ—એનેક્ષર-૪)
– આ જમીનમાં કોઈ મત્સ્ય ઉદ્યોગ થઈ શકે તેમ નથી. વાસ્તવિકતા- આ અભિપ્રાય આપવા માટે સર્કલ ઓફિસર અયોગ્ય છે જમીનની ઉપયોગીતા સંદર્ભે ફીશરીઝ વિભાગના સમક્ષ અધિકારીનો અભિપ્રાય હોવો જોઈએ.- આ જમીન મીઠા ઉત્પાદન સિવયા કોઈ ઉપયોગમાં આવી શકે તેમ નથી. વાસ્તવિકતા- આ બાબતે કૃષી, વન વિભાગ, અને ફીશરીઝ વિભાગનાં સક્ષમ અધિકારઓના અભિપ્રાય માન્ય કરી શકાય શર્કલ અધિકારી દ્વારા આ અભિપ્રાય યોગ્ય નથી.ઉપરોકત હકીકતો મુજબ સર્કલ ઓફિસર દ્વારા કરવામાં આવેલ પંચનામું એ ખામીયુકત છે તેમજ ખોટુ છે, સર્કલ ઓફિસર દ્વારા ઈરાદાપુર્વક અરજદારને લાભ પહોંચાડવાના હેતુ સાથે હકીકત છુપાવવામાં આવેલ છે.જી.સી.એમ.એ. દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રાફટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં આ વિસ્તારને “ મેંગ્રવ પોર્ટેશીયલ એરીયા” તરીકે દર્શવવામાં આવેલ છે (એનેક્ષર-૫) તેમજ આ જમીન પર કુદરતી રીતે ઉગી આવેલા ચેરીયા પણ ઘણી મોટી માત્રામાં છે જમીન એકટીવ મડ ફલેટ ધરાવે છે જે દરિયાઈ જૈવિક સંપદાનનો મહત્વનો ભાગ છે. અહીં “ફીશ બ્રીડીંગ એરીયા “ છે આ વિસ્તારમાં ઉગેલા ચેરીયાનો ઉપયોગટ રાખતા પશુપાલકો ઉટના ચરિયાણ માટે કરી રહયા છે.આ વિસ્તાર મીઠા ઉત્પાદન માટે નહીં પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિ પશુપાલકો માછીમારોની આજીવિકા માટે પણ મહત્વનો છે. માટે આ બાબતે તાત્કાલીક તપાસ કરવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા માછીમાર સંગઠન દ્વારા કરાઈ હોવાનુ માણેક સુલેમાન અલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.