મુંદરાના દેસલપર(કંઠી) નજીક અજાણ્યા વાહને બાઈકને હડફેટમાં લેતા યુવાનનું મોત

મુંદરા : તાલુકાના દેસલપર કંઠી નજીક પેટ્રોલ પંપ નજીક અજ્ઞાત વાહન ચાલકે બાઈકને હડફેટમાં લેતા નાની ખાખરના યુવાનનું મોત નીપજ્યુ હતુ. બનાવને પગલે મુંદરા પોલીસે ઘટના સ્થળે ધશી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા તાલુકાના દેસલપર કંઠી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા ફોર વ્હીલરે જી.જે 12 ઈ.એફ 6750 નંબરની બાઈકને હડફેટમાં લેતા આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યુ હતુ. પોલીસ સુત્રોએ આપેલી પ્રથમિક વિગતો પ્રમાણે મૃતકનું નામ પૃથ્વીરાજસિંહ ખુમાનસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યુ હતુ. હતભાગી નાની ખાખરમાં રહેતો હતો અને મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાં ફરજ બજાવતો હોવાની માહિતી મળી હતી. હતભાગી ઢળતી સાંજે પોતાની ફરજ પરથી ઘેર પરત ફરતો હતો તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે મુંદરા પોલીસે ઘટના સ્થળે ધશી જઈને આગળની તપાસ હાથ ધરી છે.