મુંછે લીંબુ લટકાવી ફરતા-ફટાકડી રાખવાના શોખીન સિંઘમછાપ બાબુ અંતે કચ્છ બહાર ફેંકાયા

  • “મારો કોઈ વાળ પણ વાંકો નહી કરે”ની શેખી મારનાર

પાપનો ઘડો ભરાય એટલે ફુંટીને જ રહે.. : વરસોથી ચીટકીને બેઠેલાની બદલીથી કૌતુક

વહીવટના ખેરંખરા-રાજકીય આક્કાઓને ખુશ રાખીને રૌફપૂર્વક વર્તી પ્રજાને પીડા આપનારા – સરકારની નીતીઓને ધોઈ જનારા, ગમે તેવા ચમરબંધી શુ કામ ન હોય..પ્રજાજનો જાગૃત બને અને અવાજ ઉઠાવે એટલે પરચો તો મળે જ મળે..!

કચ્છમાંથી કેટ-કેટલું ભેગું કર્યું…? એસીબી વક્રદ્રષ્ટી કરે તો પણ ઘણું બધું બહાર આવે ! આવક કરતાં વધુ સંપત્તિનો જરૂરથી થઈ શકે સફળ કેસ…! મળે મોટો દલ્લો…!

ગાંધીધામ : મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી, આવી શેખી મારનારા તથા ફટાકડી કમરમાં લટકાવી અને સિંઘમ હોવાની છબી ઉપજાવતા રહેતા તથા રૌફપૂર્વક વર્તી અને સરકારની નીતીરીતીઓને નેવે મુકીને એક મુકીને બીજી અને બીજી મુકીને ત્રીજી કચ્છની સુધરાઈમાં વરસોથી ચીટકીને બેઠા રહ્યા હોવાથી પેંધી ગયેલા બનેલ સિંઘમછાપ અધિકારીના દાવાઓના પરપોટા ફુંટી જવા પામી ગયા હોય તેવી સ્થીતી બની રહી છે. આ સિંઘમ છાપ અધિકારીએ કચ્છની ઘણી સેવા કરી, એમની પાસે એવુ તો શુ છે કે તેમને એકથી વધુ સુધરાઈના હવાલાઓ આપવામા આવી રહ્યા છે, હવે ખમૈયા કરો અને કચ્છની બહાર જ આ અધિકારીની બદલી કરો, તેવી ટકોર પાછલા અમુક સમયથી પ્રજાની લાગણીને માન આપીને આ પ્લેટફોર્મ પરથી સતત કરવામ આવતી હતી અને હવે મુંછે લીબુ લટકાવી ફરતા આ સિંઘમછાપ અધિકારીને અંતે કચ્છની બહાર ફેંકી દેવામા આવ્યા છે. કહેવાય છે ને કે, પાપનો ઘડો ભરાય એટલે ફુંટીને જ રહે છે. વહેલો કે મોડો પણ એ ફુંટે તો જરૂર છે જ. આવો જ તાલ હવે આ સરકારી બાબુની સાથે પણ થવા પામી ગયો છે. પાછલા કેટલાક સમયથી જમીનના કૌભાડમાં અતિશયોકિત કરનારા આ સરકારી બાબુ ભારે ટીકાનુ કારણ બની ગયા હતા.