મીઠાપોર્ટ પર મોટી હોનારત-દુર્ઘટના સહેજમાં ટળી : રેલચાલકની સતર્કતા-સજાગતા અભિનંદનને પાત્ર

image description

અણુબોમ્બ પર બિરાજમાન કંડલા સંકુલ માટે લાલબત્તીરૂપ ઘટના

મીઠાપોર્ટ પાસે રેલવે ક્રોસીગ ટાંણે કેમીકલ વાળુ ટેન્કર ટ્રેન એન્જીનની આડેથી પસાર થતા રેલ ચાલકે સમયસુચકતા વાપરતા ધડામ કરતા મોટા ભડકાયુકત અકસ્માત થતા અટકી ગયો : જો કે, આમ થવા પછવાડે કોની બેદરકારી ? તે પણ આવા કિસ્સાઓ પુનરાવર્તિત થતા અટકાવવા તપાસ કરવી જરૂરી

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ધરાવતા કંડલા-ગાંધીધામ સંકુલને માટે આજ રોજ ફરીથી એક લાલબત્તીરૂપ ઘટનાનો ગંભીર કિસ્સો સામે આવવા પામી રહ્યો છે. કેમીકલોના મોટા મોટા સંગ્રહભંડારો ધરાવતા આ સંકુલમાં કેમીકલની હેરફેર પાઈપલાઈનો વાટે થવાની સાથોસાથ જ ટેન્કર મારફતે પણ મોટા પ્રમાણમા કરવામા આવતી હોય છે. જેઓની સલામતી સુરક્ષા તથા તેના ચાલકોની આવડતની સામે સમયાંતરે મોટા સવાલો ઉભા કરતી બીનાઓ પણ બનતી જ રહેતી હોય છે.દરમ્યાન જ પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજ રોજ પણ મીઠાપોર્ટ વિસ્તારમાં આવા જ કેમીકલની હેરફેર કરતા એક ખાલી ટેન્કરને લઈને મસમોટી દુર્ઘટના અને હોનારત થતા થતા સહેજમાં જ ટળી ગઈ હોવાની સ્થિતી સર્જાઈ હતી. આ અંગે સ્થાનિકેથી મળતી માહીતી મુજબ મીઠાપોર્ટ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેઈનના વાટમાં એકાએક જ કેમીકલની હેરફેર કરતુ ટેન્કર પસાર થવા પામી ગયુ હતુ જેની ટ્રેનની સામે મોટા ઉપાડે ધડામ કરતા અથડામણ થાય તે પહેલા જ ટેન્કર વચ્ચે આવતુ જોઈ ગયેલ લોકોટ્રેઈન એન્જીનના રેલ ચાલકે સમયસુચકતા વાપરતા આ અથડામણ અને તેના થકી સંભવત મોટી દુર્ઘટના થતા થતા બચી જવા પામી ગઈ છે. તસવીરમાં પણ જોઈ શકાય છે કે, ટ્રેઈનના એન્જીન ચાલકે બ્રેક લગાવવામાં ટ્રેનનુ સંતુલન થતા ટેન્કરથી અથડામણ વાળના દોરા જેટલા અંતરે અટકાવી અને મોટી નુકસાની થતા બચાવી લીધી છે. હકીકતમાં આ રીતે સમયસુચકતા,સજાગતા અને સતર્કતા દાખવનાર ટ્રેનચાલકની કોઠાસુજને અહી અભિનંદન આપવા જ ઘટે. કારણ કે, ઓઈલની લાઈનો પણ તસવીરમાં બાજુમાં જ જોઈ શકાય છે ત્યારે જો કેમીકલ ભરેલ ટેન્કરમાં આ રીતે ધડામ કરતા અકસ્માત થતા તો પરીણામો શું હેાઈ શકે તે વીચારવુ પણ કંપાઈ છુટતું કરી જાય તેમ છે. જો કે, બીજીતરફ આ ઘટના બની કેવી રીતે? તેમા કોની લાપરવાહી-બેદરકારી અને કેવી રીતે રહી જવા પામી છે તે સહિતની ઘનિષ્ઠ તપાસ થાય તે પણ આવા કિસ્સાઓના પુનરાવર્તનને અટકાવવા માટે તેટલું જ જરૂરી બની રહ્યુ છે. આ બાબતે કંડલા મરીન પોલીસ મથકના પીઆઈ કે જી સોલંકીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ઘટના બની હોવાની વિગતો મળતા તરત જ સ્ટાફને સ્થળ પર મોકલાવી દીધા હતા. કોઈ મોટી દુર્ઘટના થઈ હોવાનુ પ્રાથમિક તારણ-તપાસમાં સામે આવવા પામ્યુ નથી.

  • ટેન્કર ચાલકનો અંધાપો તો જુઓ…! :ટ્રેઈન ન દેખાઈ, તો રાહદારીઓ કયાં દેખાય ?

આ તો સદ્દભાગ્યે ટ્રેઈન-ટ્રેઈલર ખાલી હતા..જો ભરેલા હોત તો હોનારત-દુર્ઘટનાની કલ્પના જ કંપારી છુટાવી જાય તેવી હોત : કેમિકલ હેરફેર કરતા ટેન્કર ચાલકોને હેઝાર્ડિયસ કેમિકલની ટ્રેનીંગ-તાલીમ લેવાની હોય છે, આ ચાલકે
લીધી હતી ખરી ? ચાલક કોનું ટેન્કર લઈને જતો હતો? પોલીસ સહિતની એજન્સીઓ આ બાબતે પણ કડકાઈથી કરે તપાસ

ગાંધીધામ : એકતરફ સરકાર દ્વારા રસ્તાઓ પર થતા જીવલેણ માર્ગ અકસ્માતો અને તેમાં હોમાઈ જતી માનવજીંદગીઓને બચાવવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે તો બીજીતરફ જાણે કે, આવા જ સરકારી બાબુઓ અને તેના વિભાગોની નજરઅંદાજી અથવા તો લાપરવાહી થકી બેકાબુ બની ફરતા યમરાજ સમાન દોડતા મોટા મોટા વાહનો રસ્તા પર બેફામ પણે અકસ્માતોની વણજાર જ સર્જી રહ્યા છે. દરમ્યાન જ આજ રોજ મીઠાપોર્ટ પાસે પણ એક કેમીકલની હેરફેર કરતા ટેન્ડરે રેલના એન્જીનની સાથે અથડામણ કરી દીધી છે. અહી સદભાગ્યે ટ્રેઈન ઈન્જીન ચાલકે સમયસુચકતા વાપરી અને આ ઘટનાને મોટી અસર આપતા પહેલા જ અટકાવી દીધી છે પણ જોવાની અને ચિંતા જગાવતી વાત અહી હવે એ સામે આવી રહી છે કે, ટેન્કર ચાલકની આંખે અંધાપો તો જુઓ..! રસ્તામાં આવતા ટ્રેઈનના એન્જીન તેને દેખાયુ નહી અને તેને પણ ક્રોસ કરવાની લાપરવાહી પૂૃર્વકની ચેષ્ટા તેણે કરી દીધી છે. હવે જયા ટ્રેઈનના એન્જીન જેવા એન્જીન ટેન્કર ચાલકને ન દેખાયા હોય તો રસ્તામાં ચાલી જતો રાહદારી કે નાનો વાહનચાલક આવા વાહનના ચાલકને કયાથી દેખાય? અહી વિચાર માંગી લેતી વાત એ પણ છે કે સદભાગ્યે જ અહી ટેન્કર ખાલી હતુ અને ટ્રેઈન પણ એન્જીન માત્ર જ હતી, ટ્રેઈન ન હોતી પરંતુ બન્ને જો ભરેલા હોત અને અકસ્માત થયો હોત તો કંડલા સંકુલ કે જે આવા એાઈલ-કેમીકલના સંગ્રહનો ખજાનો થયેલો છે એટલે આખાય સંકુલને માટે પડકારજનક સ્થિતી ઉભી થવા પામી ગઈ હોત તેમ કહેવુ પણ અસ્થાને ન કહેવાય. તો વળી બીજીતરફ કેમીકલ તેમા પણ હેઝાડિર્યસ કેમીકલની હેરફેર કરનારા ડ્રાયવરને તેની અલગથીવિશેષ તાલીમ આપવી ફરજીયાત હોય છે. આ ટેન્કર કઈ પાર્ટીનુ હતુ અને તેના ડ્રાયવરને આવી તાલીમો આપવામા આવે છે કે નહી? તે સહિતની પણ ઉંડાણપૂર્વકની તપાસ અહી થવી જરૂરી બની રહી છે.