સિંધોડીથી મળેલી પાક ચીજોની ઘટનાની તપાસમાં કોઈ પ્રગતિ નહીં : મુખ્યપ્રધાન સહિતનાઓની સરભરામાં દેશની સુરક્ષાને સ્પર્શતા મુદ્દાઓ પણ વિસરાયા કે શું..? ડ્રગ્સ અને અન્ય વસ્તુઓમાં કચ્છનો કાંઠો ફરી ગાજી રહ્યો છે ત્યારે જો જો વિસ્ફોટકોના જથ્થા કચ્છથી ભારતમાં ઠલવાઈ જાય, ચૂંટણી દરમ્યાન ઉપયોગમાં લેવાઈ જાય અને કચ્છમાં ધામા નાખી બેઠેલી એજન્સીઓ માત્ર જોતી જ રહી જાય…તેવું ન બને..?

તપાસ ચાલી રહી છે : સૌરભ તોલંબિયા (પશ્ચિમ કચ્છ એસપી)

 

 

(પ્રતિનિધિ દ્વારા)

ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લાના કાંઠાળ પટ્ટામાં થોડા સમય પહેલા જ એકાએક જ દરીયામાથી કથિત રીતે તણાઈને આવેલી પાકીસ્તાની કેટલીક બિનવારસુ ચીજવસ્તુઓ બરામદ થવા પામી હાતી. પાકીસ્તાનને અડીને આવેલ કચ્છની દરીયાઈ સરહદમાંથી પાકીસ્તાન ચલણ, આઈકાર્ડ, કપડા સહિતની ચીજવસ્તુઓ તપાઈને હેમખેમ દરીયાકિનારે પહોંચી આવે તે વાત માની લેવી પણ કેટલી યોગ્ય છે? જો કે, આ ઘટનાની કચ્છ પોલીસ દ્વારા ગંભીરતા પ્રારંભીક તબક્કે દાખવાવમાં આવી જ છે અને તે માટે સીટની ખાસ રચના પણ કરવામાં આવી હતી.

પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને લગતા વિષયને લઈને જે રીતે સ્ફુર્તીપૂૃવક આ કેસમાં છાનબીન હાથ ધરાવી જોઈએ અથવા તો સંકલન આદરવુ જોઈએ તેનો કયાંકને કયાંક અભાવ દેખાતો હોય તેવી રીતે હજુ સુધી આ પાકીસ્તાની ચીજવસ્તુઓ કચ્છના કિનારે કેમ આવી તેનો કોઈ જ વિશેષ તાગ આધારો સાથેનો હાથ લાગી શકયો ન હાવાનું જ દર્શાયા છે. શું કોઈ વ્યકિત આ વિસ્તારમાંથી ઘુસપેઠ કરી ગયો, કપડા બદલાવી ગયો અને કોઈ તાગેટ માટે કામે લાગી ગયો છે કે કેમ? આવા સવાલો પણ આ તબક્કે નકારી શકાય નહી?

પખવાડીયા પૂર્વે સિંધોડીના દરિયામાંથી તણાઈને આવેલી પાકિસ્તાની ચીજ વસ્તુઓ મામલે ચાલતી તપાસમાં કોઈ ખાસ પ્રગતિ નથી. આ મામલે સીટની રચના કરવામાં આવી છે, પરંતુ યોગ્ય કડી નહિ મળતા ઉપરાંત પોલીસની વ્યસ્તતાને કારણે તપાસ આગળ વધી શકી નથી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ તોલંબીયાએ આપેલી વિગતો પ્રમાણે સિંધોડીથી મળી આવેલી પાકિસ્તાની ચીજ વસ્તુઓની તપાસ અર્થે સીટની રચના કરાઈ હતી. જોકે છેલ્લા બે ચાર દિવસથી સી.એમ. તેમજ હાઈકોર્ટના ચીફ જસ્ટીસની કચ્છ મુલાકાતને કારણે પોલીસની વ્યસ્તતા ઉપરાંત ઘટનામાં કોઈ આગળની નક્કર કડી નહિ મળવાથી વધુ કાંઈ જાણી શકાયું નથી. આ મામલે મીઠાપુરમાંથી જે બે લાશ મળી હતી, તેની ઓળખ પણ થઈ શકી નથી. આ લાશની આઈડેન્ટીફાઈ થયા બાદ આગળની કોઈ કડી મળી શકે તેમ છે, જો કે આ ઘટનામાં હજુ હાલ તપાસ ચાલી રહી હોવાનું એસ.પી. સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું.સિંધોડીથી મળેલી પાક ચીજોની ઘટનાની તપાસમાં કોઈ પ્રગતિ નહિ હોવી તે રાષ્ટ્રીય સુરક્ષાના વિષયોને લઈને ચિંતન કરવા જેવી વાત પણ કહી શકાય. મુખ્યપ્રધાન સહીતનાઓની સરભરમાં દેશની સુરક્ષાને સ્પર્શતા મુદ્દાઓ પણ વિસરાયા..કે શું..? ડ્રગ્સ અને અન્ય વસ્તુઓમાં કચ્છનો કાંઠો ફરી ગાજી રહ્યો છે ત્યારે જો..જો..વિસ્ફોટકોના જથ્થા કચ્છથી ભારતમાં ઠલવાઈ જાય, ચૂંટણી દરમ્યાન ઉપયોગમાં લેવાઈ જાય અને કચ્છમાં ધામા નાખી બેઠેલી એજન્સીઓ માત્ર જોતી જ રહી જાય…તેવુ પણ ન બને..? તેવી લાલબત્તી ધરવી પણ સમયોચિત્ત જ કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here