મિરઝાપર કોવીડ કોમ્યુનીટી સેન્ટર ખાતે ભોજન પહોંચાડી રૂ.૭૪ હજાર આવક મેળવતું સખીમંડળ

સેવા સાથે કમાણી કરી ઘર આંગણે રોજગારી મેળવતું આશાપુરા સખીમંડળ

વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ માં બીજી લહેરમાં ભુજ તાલુકાના મિરઝાપર ગામે મારૂ ગામ કોરોના મુકત ગામ હેઠળ શરૂ કરાયેલ કોવીડ કોમ્યુનીટી કેર સેન્ટરમાં દર્દીઓને ભોજન પુરું પાડવાની કામગીરી માધાપર ગામના આશાપુરા સખીમંડળની બહેનોએ ઉપાળી લીધું છે જે પૈકી તેઓ રૂ.૭૪ હજાર આવક મેળવેલ છે.

વિવિધ સ્થળોએ કેટરીંગની સેવા સાથે કમાણી કરતા સખીમંડળની કરછ જિલ્લામાં વાત કરીએ તો ભુજ તાલુકાના માધાપર ગામના આશાપુરા સખીમંડળના બહેનોનો ઘરકામ કરતા અને જે સમય બચતો તેમાં નાનું મોટું ભરતકામ કરી પસાર કરતા જોકે આ ગામના બહેનોનો મુખ્ય વ્યવસાય કહીએ તો ઘરકામ જ હતું. આશરે બે(૨) વર્ષ અગાઉ આ ગામની બહેનો મિશન મંગલમ યોજનાના કર્મચારીઓના સંપર્કમાં આવ્યા અને સખી મંડળ બનાવી ભેગા થઇ કામ કરવાની નેમ રાખી હતી. મિશન મંગલમ યોજના ના તાલુકાના કર્મચારીઓ દ્વારા મંડળ રચના થયા બાદ આર્થિક પ્રવૃત્તિ વિશેની ચર્ચા અર્થે મીટીંગ કરી ત્યારે દરેક બહેનોનો એકજ અવાજ આવ્યો કે અમે કોઈ નવું શીખી ને શરૂઆત કરવા નથી માંગતા પણ અમારી પાસે જે આવડત છે તે મુજબ કામ આપો તમે કહેશો તો ટીફીન બનાવી આપશું પણ ઘર છોડીને બારે નહી જઈએ…. “ટીફીન બનાવી આપશું” આ વાતને વળગી મિશન મંગલમ યોજનાના કર્મચારીઓ દ્વારા તેમને વધુમાં વધુ કેટરિંગ ને લગતા ઓર્ડર મળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા અને બેંક કર્મચારી, સરકારી ઓફિસમાં વગેરે જગ્યાએ ટીફીન દ્વારા કેટરિંગ વ્યવસાયની શરૂઆત કરવામાં આવી…. ટુકમાં વાત કરીએ તો આજે આશાપુરા સખી મંડળના સભ્યોનો મુખ્ય વ્યવસાય જ કેટરિંગ છે. આ વ્યવસાય સાથે ૧૦ સખી મંડળના બહેનો જોડાયેલ છે. અને અન્ય ૨૫ થી ૩૦ જેટલા બહેનોને રોજગારી આપી રહ્યા છે. હાલમાં કોરોના કાળમાં આશાપુરા સખી મંડળના બહેનો દ્વારા મિરઝાપર ગામમા કોવીડ સેન્ટર પર કોવીડના દર્દીઓને દિવસના ત્રણ ટાઈમનું ભોજન પૂરુંપાડવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ૩૩૮ દર્દીઓને ભોજન પૂરું પાડવામાં આવેલ છે. જેથી સખીમંડળના બહેનોને રૂ.૭૪,૩૬૦/-ની આવક થયેલ છે. જેથી બહેનો રોજગારી ની સાથે આવા કપરા સમયમાં સમાજ સેવાનું પણ કાર્ય કરી રહ્યા છે.