મિથુન ચક્રવર્તી-અજય દેવગણની ફિલ્મોના નિર્માતા સુરેશ ગ્રોવરનું થયું નિધન

(જી.એન.એસ)મુંબઈ,મિથુન ચક્રવર્તી અને અજય દેવગણની ફિલ્મોના નિર્માતા સુરેશ ગ્રોવરનું નિધન થયું છે. તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરેશ ગ્રોવરે મિથુન ચક્રવર્તી અને અજય દેવગણ સાથે લોકપ્રિય ફિલ્મો બનાવી છે. અભિનેતા રવિ કિશન સાથે તેમની છેલ્લી ફિલ્મ ભોજપુરીમાં હતી. આ ફિલ્મમાં તેમણે સહ-દિગ્દર્શકની જવાબદારી પણ નિભાવી હતી.નિર્માતા સુરેશ ગ્રોવર, જેમણે નિર્માતા તરીકેની કારકિર્દીની શરૂઆત ૧૯૮૭ માં અભિનેતા ઋષિ કપૂર સાથે ફિલ્મ ‘પ્યાર કે કાબિલ’થી કરી હતી. મિથુન ચક્રવર્તીની હિટ ફિલ્મ ’રોટી કી કિંમત’થી પહેલી વખત ચર્ચામાં આવ્યા હતા. અભિનય કરી રહેલ ગુલશન ગ્રોવર સાથે આ ફિલ્મ સાથે સુરેશ ગ્રોવરના ખુબ સારા સંબંધો બંધાયા સુરેશ ગ્રોવર એક કડક નિર્માતા માનવામાં આવતા હતા.અભિનેત્રી પ્રિયા સાથે તેમનો સંબંધ હતો બાદમાં બંનેએ લગ્ન પણ કરી લીધાં. નિર્માતા સુરેશ ગ્રોવરનું નામ ૧૯૯૩ માં રિલીઝ થયેલી અજય દેવગણની ફિલ્મ ’સંગ્રામ’થી દેશ-દુનિયામા ફેલાયુ. સિનેમેટોગ્રાફરથી ડીરેક્ટર બનેલ લોરેન્સ ડિસોઝાની આ ફિલ્મમાં કરિશ્મા કપૂર અને આયેશા જુલ્કાના કામની ખુબજ પ્રશંસા થઇ. લેખક જલીસ શેરવાનીની પસંદ કરેલી ફિલ્મોમાં સંગ્રામ’ સુપરહિટ રહી.સુરેશ ગ્રોવરે ત્યારબાદ લોરેન્સ ડિસોઝા સાથે મળીને આયેશા જુલ્કા અને અવિનાશ વધાવનને લઇને ફિલ્મ ‘બલમા’ બનાવી હતી.સુનિલ શેટ્ટી સાથેની ફિલ્મ ’ઢાલ’માં તેમને મોટુ નુકસાન વેઠવુ પડ્યુ. ત્યાર પછી સુરેશ ગ્રોવર લાંબા સમય સુધી ફિલ્મ નિર્માણથી દૂર રહ્યા. વર્ષ ૨૦૧૪માં તેમણે તેમની છેલ્લી ફિલ્મ ‘દુશ્મન કા ખુન પાની હૈ’ બનાવી હતી. સુરેશ ગ્રોવરે રવિ કિશન સાથે બનેલી આ ફિલ્મનું સહ-નિર્દેશન પણ કર્યું હતું.