મિત્રોએ જ મારી પીઠમાં ખંજર ભોંક્યું, મારી સાથે કામ કરવા ન્હોતા ઇચ્છતા

મુંબઈ,તા.૧૭ બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેએ ૨૦૦૫ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇકબાલ’થી મોટા પડદે એક તોફાન સર્જ્યું હતું. તેણે અપના સપના મની મની, ઓમ શાંતિ ઓમ, ગોલમાલ ૩ અને હાઉસફુલ ૨ સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ શ્રેયસ તલપડે છેલ્લા બે વર્ષથી બોલિવૂડની ફિલ્મોથી દૂર છે. આ બધાની વચ્ચે તેણે હવે તેની કારકિર્દીના ખરાબ અનુભવો શેર કર્યા છે. શ્રેયસ તલપડે ઘણા મહત્વના ઘટસ્ફોટ કર્યા છે. ‘ઈકબાલ’ સિવાય એક પણ સોલો ફિલ્મ ન કરવા અંગે અભિનેતાએ કહ્યું છે કે તેની પાસે પોતાનું માર્કેટિંગ કરવાની ક્ષમતાનો અભાવ છે. મને લાગે છે કે તમારે હંમેશાં તમારા કાર્યમાંથી વધુ કામ મેળવવું જોઈએ. પરંતુ આવું થતું નથી. શ્રેયસે કહ્યું, હું જાણું છું કે ઘણા સ્ટાર્સ મારી સાથે કામ કરવામાં અસલામતી અનુભવે છે અને મને ફિલ્મોમાં લેવા માંગતા નથી. જોકે મેં મિત્રોની રુચિને ધ્યાનમાં રાખીને કેટલીક ફિલ્મો કરી છે, પરંતુ તે જ મિત્રોએ મને પીઠમાં ખંજર ભોંક્યું છે. કેટલાક મિત્રો એવા પણ છે કે જેમણે આગળ વધીને ફિલ્મો બનાવી છે. અભિનેતાએ કહ્યું છે કે અહીં અહંકાર છે. અભિનેતાએ વધુ ખુલાસો કર્યો કે એક સમયે અમિતાભ બચ્ચને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેથી આપણે શું છીએ, પરંતુ તે નીચે જરૂર પડ્યા પરંતુ તેમણે ફરીથી ઉંચાઈઓનો સ્પર્શ કર્યો. હું આજે જ્યાં છું તેનાથી ખુશ છું પણ મારું કામ નથી થયું. હું અત્યારે સારી ભૂમિકાઓ શોધી રહ્યો છું, અભિનેતા ખરાબ સમયમાંથી પસાર થાય છે પરંતુ તે તમને સમયની સાથે મજબૂત બનવામાં અને વસ્તુઓને વધુ મહત્વ આપવા માટે મદદ કરે છે. હું અભિનય કરતી વખતેપ સેટ પર અથવા સ્ટેજ પર મરી જવા માંગુ છું. શ્રેયસ તલપડેએ પોતાની કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્મો અને ટેલિવિઝન શોથી કરી હતી. ફેન્સ પણ હવે શ્રેયસની એક સારી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.