‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.૫ લાખ સુધીની સહાય મળશે

અમદાવાદ : રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.૫ લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. ૪૦,૦૦૦ની સહાય મળતી હતી. આમ ગુજરાત સરકારે ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના તમામ લાભાર્થીઓને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળવાપાત્ર રૂ.૫ લાખ સુધીની નિયત કરવામાં આવેલી કેશલેસ સારવારનો નિર્ણય કર્યો છે. જેથી ૧૪ માર્ચ ૨૦૧૯થી યોજનાના લાયક લાભાર્થીઓને ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટની સારવાર માટે કેશલેસ લાભ મળશે.
હવેથી ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ અને આયુષ્માન ભારત યોજના હેઠળ જે કોઈ લાભાર્થીને ઘૂંટણના રિપ્લેસમેન્ટની જરૂરિયાત હોય તેમને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અથવા તબીબી અધિક્ષકે ચકાસણકી કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેના આધારે લાભાર્થી યોજના સાથે જોડાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here