મારો વોર્ડ-કોરોનામુકત વોર્ડ અભિયાન ટાંકણે તીખો ટોણો

રેમડેસીવર, પથારીઓ-બેડની અછત, ઓટુ-બેડ નહિંવત, અને ઓકિસજન તથા વેકસીનેશનની પણ કચ્છથી અન્યત્ર થઈ ગઈ લ્હાણી..! અન્યોને જીવાડવા કચ્છના વાગડથી લઈ અને અબડાસા સુધીની સ્થાનિકની પ્રજાનો થઈ ગયોે છે મરો છતાં

ભાજપ પ્રદેશ સ્તરે પાટીલજીના નેતૃત્વમાં-સરકાર તબક્કે વિજયભાઈના માર્ગદર્શન હેઠળ લોકઉપયોગી ઘડી રહ્યા છે આયોજનો પણ સ્થાનિકે ઝભ્ભાલેંગાધારીઓએ કોરોનામાં કરી દીધું છે સદંતર પાણીઢોળ

કોરોનામાં દવા-વેન્ટીલેટર-ઓકિસજન માટે તડફતી સ્થાનિક પ્રજાને માટે કચ્છભરમાં ઝભ્ભાલેંગાવાળાઓએ ચૂંટણીઓમાં ધડાધડ ખોલી નાખતા કાર્યલયો કેમ ન કર્યા શરૂ? પ્રજાજનોને માર્ગદર્શન આપવાની પણ ન લીધી તસ્દી : હવે એ જ પ્રજાની વચ્ચે આવા ઝભ્ભાલેંગાવાળા જાય તો ખરા…?

કોરોનામાં કોઈને મદદરૂપ બન્યા હોવાનો આવા અમુક એમએલએનો સમ ખાવા પુરતો પણ નથી દેખાતો દાખલો.! કયાં ખોવાયા?

ગાંધીધામ : એકતરફ મારો વોર્ડ કોરોનામુકત વોર્ડની ઝુંબેશ હાથ ધરવાની વાત થવા પામી રહી છે ત્યારે બીજીતરફ કચ્છમાં જ પ્રબુદ્ધવર્ગ ટકોર કરતા કહી રહ્યો છે કે, અહી તો ઝભ્ભાલેંગાધારીઓ કયા મોઢે પ્રજાજનોની વચ્ચે જશે? કોરોનાની બીજીલહેર પેટાચુંટણીઓ બાદ જ ફેલાઈ છે ત્યારે ચુંટણીઓ વખતે ઘરો-ઘર-મહોલ્લાઓમાં અને શેરીશેરીએ કાર્યાલયો ખોલવા, મતદાન માટે લોકોને ઘરે ઘરે જઈને સ્લીપો અને સમજણ આપવાની જહેદો જહેમત કરનાર રાજકારણીઓ કોરોનામાં તો પ્રજાની પડખે કયાંય ડોકાયા જ નથી. આવામાં કયા મોઢા લઈ અને મતદારો પાસે આ ઝભ્ભાલેગાવાળાઓ જશે? તેવા સવાલ સાથે આક્રોશભર્યો ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે.  જયારે દવાઓ, પથારીઓ, ઈન્જેકશનો, ઓકિસજનની ઘટ્ટ સતત વર્તાતી હતી ત્યારે કયા ગયા હતા? આવા જ સવાલ ઝભ્ભાલેંગાધારીઓને મતક્ષેત્રમાં થવા પામી જશે? કારણ કે, રાજકારણીઓએ કોરોનામાં જાણે કે શરમ નેવે મુકી હોય, અને ફોટાઓ પડાવી સસ્તીપ્રસિદ્ધીઓમાં જ રાચ્યા હોય તેમ ફાટી ગયા હતા. મતદારો કદાચ મરતા હોય તો પણ ભલે મરે, આ ઝભ્ભાલેગાધારીઓને તો માત્ર અને માત્ર ફોટોશેશનમાં જ રસ હોય તેમ ફોટાઓ પડાવતા રહ્યા હતા. રાજકારણીઓને તો પોતાનો જ ભય ખાઈ ગયો હતો, પ્રજા વચ્ચે જઈશુ અને કયાંક અમને કોરોના ભરખી જશે તો..એટલે માત્ર અને માત્ર સસ્તીપ્રસિદ્ધીઓમાં જ આ રાજકારણીઓ રાચતા રહ્યા છે. જે સેવાઓ ઉદઘાટનો કરીને એક દીવસે ચાલુ કરાવી હોય તે બીજા દીવસે તો બંધ થઈ જાય, અલીગઢી તાળા તેને લાગી ગયા હોય તેમ છતા ઝભ્ભાલેગાવાળાઓને તેનાથી કોઈ જ ફર્ક ન પડે. જે આઈસોલેશન સેન્ટર હોય કે અન્ય સુવિધાઓ ત્યા દવાઓ, ઈન્જેકશનો, નર્સ, મેડીકલ સ્ટાફ, ડોકટર સહિતની સુવિધાઓ ન મળે તો શુ થાય બંધ જ કરવાની નાબેત આવે ને..! પણ ઉદઘાટનો કરનારા ઝભ્ભાલેગાધારીએ પાછુ વળીને જાેયુ જ નથી કે તેઓ જયા રીબીન કાપી આવ્યા ત્યાં સેન્ટર ચાલુ છે કે નહી? કયા કારણોસર બંધ છે? સાધન-સુવીધાઓનો અભાવ છે કે નહી? હવે આવા ઝભ્ભાલેગાવાળાઓ કચ્છમાં કયા મોઢે પ્રજા પાસે જશે?

અમુક ધારાસભ્યના તો સરનામાં જ નથી ? મતદારો ભલે મરતા.!!

ગાંધીધામ :  કચ્છભરમાં ઝભ્ભાલેંગાધારીવાળઓની સામે સવાલો થઈ રહ્યા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, અમુક ધારાસભ્યના તો કોઈ ઠામ-સરનામા જ શોધ્યા મળતા નથી. આવા ધારાસભ્યો કયાંય કોરોના કાળમાં ડોકાયા જ નથી. દેખાયા જ નથી એટલે લોકો સવાલ પુછી રહ્યા છે કે, કયાં ખોવાયા છે આવા ધારાસભ્યશ્રી? આવા એમએલએ કોરોનામાં તેના મતવિસ્તારના કોઈ વ્યકિતને તાત્કાલીક વેન્ટીલેટર, ઓકસિજન, અપાવ્યા હોય તેવા તાો દાખલાઓ જ નથી ઉજાગર થયા પરતુ સ્મશાનમાં લાકડાઓ ખુટયા તો તેની પણ વ્યવસ્થાઓ કરાવવામાં કયા આ ધારાસભ્યો આગળ આવતા ન જાેવાયા એથી વધારે કોરોનામાં તેમના મતક્ષેત્રમાં કોઈના મોત થયા છે તો તેના પરીવારને સાંત્વના આપવાની વાત તો દુરની રહી પણ પાંચ પૈસાનો પોસ્કાર્ડ લખવાની પણ માનવતાભરી પહેલ કરતા નથી દેખાયા.

ઝભ્ભાલેંગાવાળાઓએ તો માજા જ મુકી

ગાંધીધામ : કોરોનામા ઝભ્ભાલેંગાવાળાઓ તો માજા જ મુકી દીધી હોય તેમ શેહશરમ જ ન રાખી. માત્ર ફોટો શેસન જ કરાવ્યા. આજે ફોટા પડાવી જે ઉદ્દઘાટનો કર્યા તે બીજા જ દીવસે બંધ થઈ ગયા પણ ઝભ્ભાલેંગાધારીઓ લીંબડજશ ખાટવામાં જ રહ્યા. હવે મળશે જવાબ..!

મેડીકલ સાધનોની પૂર્તતા કોણે કરાવી?

ગાંધીધામ : કચ્છમાં આંગળીના વેઢે ગણી શકાય તેવાઓને બાદ કરતા કયા ઝભ્ભાલેંગાધારીઓએ મેડકીલ સાધન-સુવિધાઓના અભાવ અને અછતને દુર કરાવવા આગળ આવ્યા? કોણે દવા-ઈન્જેકશન-ઓકિસજન-વેન્ટીલેટરની વ્યવસ્થાઓ કરાવી? અરે વ્યવસ્થાઓ તો દુર કોણે રજુઆત કરી?