‘મારુ ગામ – કોરોના મુક્ત ગામ’ સફળ બનાવો : સીએમ

image description

મુખ્યપ્રધાનશ્રી રૂપાણીએ કચ્છ સહિતના જિલ્લા વિકાસ અધિકારી સાથે અભિયાન સંદર્ભેની મેળવી માહીતી, આપ્યા જરૂરી દીશા-નિર્દેશો

ગાંધીનગર : કોરોનાને ડામવાની દીશામા ગુજરાત સરકાર એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. લોકભાગીદારી સાથે તંત્રને કઈ રીતે વધુ અસરકારક લડાઈ આ મહામારી સામે લડવી તે મામલે પણ ગુજરાતના મુખ્યપ્રધાન સતત સક્રીય રહેલા છે અને આજ રોજ પણ તેઓઓ મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાનને લઈને જિલ્લા વિકાસ અધિકારીઓની સાથે સ્થાનિકે ચાલતી કામગીરીની રીવ્યુ બેઠક યોજી હતી.“ મારુ ગામ કોરોના મુક્ત ગામ“ અભિયાનની કામગીરીની સમીક્ષા -માર્ગદર્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ-CDHO સાથેની વિડીયો કોન્ફરન્સનો ગાંધીનગરમાં પ્રારંભ.આ બેઠકમાં ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, ગ્રામ વિકાસ સચિવશ્રી વિજય નહેરા, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, ગુજરાત મેરીટાઈમના MD શ્રી અવંતિકા સિંઘ જયારે તમામ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ અને CDHO ઇ-માધ્યમથી જોડાયા છે.

  • રાજ્યભરમાં અભિયાનની જવાબદારી જિલ્લા ભાજપના આગેવાનોને સોંપાઈ

જિલ્લાના આગેવાનો ગામડાઓનો પ્રવાસ કરશે

ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ બનાવવાના શરૂ કરેલા આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લાના પ્રભારી મંત્રી અને જિલ્લા ભાજપના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.રાજ્યમાં કોરોના ની બીજી લહેર વ્યાપક બની છે જેના કારણે શહેરી વિસ્તાર ઉપરાંત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શહેરી વિસ્તારો ઉપરાંત ગામડાઓમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નું સંક્રમણ અટકે અને કોરોનાથી લોકોને બચાવવા માટે ગામડાઓમાં જનજાગૃતિ આવે અને લોકો ગામડામાં જ આઈસોલેશન સેન્ટર સમાજની વાડીમાં કે શાળાઓમાં ઉભા કરી અને પોઝિટિવ આવનાર વ્યક્તિઓને ત્યાં જ રાખી અને સામુહિક આરોગ્ય કેન્દ્રને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગમાં ગામમાં સારવાર ઉપલબ્ધ કરાવે અને સાવચેતીના પગલાં ભરી ગામડાઓને કોરોના મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે મારુ ગામ કોરોના મુક્ત ગામનું અભિયાન હાથ ધર્યું છે.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મારુ ગામ કોરોના મુક્ત ગામ બનાવવાના અભિયાનને સફળ બનાવવા તેમ જ ગામના લોકોને મદદરૂપ થવા માટે જિલ્લા ભાજપના આગેવાનોને સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગામ લોકો વચ્ચે સંકલન સાધી ને ગામડાઓમાં કોરોના સંક્રમણ ને અટકાવવા તેમજ ગામડામાં કોરોના ના દર્દીઓ ને સારવારો ઉપલબ્ધ થાય તે માટેની જવાબદારી સોંપવામાં આવી છે.મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે મારુ ગામ કોરોના મુક્ત ગામનું અભિયાન હાથ ધર્યું છે.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મારુ ગામ કોરોના મુક્ત ગામ બનાવવાના અભિયાનને સફળ બનાવવા તેમ જ ગામના લોકોને મદદરૂપ થવા માટે જિલ્લા ભાજપના આગેવાનોને સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગામ લોકો વચ્ચે સંકલન સાધી ને ગામડાઓમાં કોરોના સંક્રમણ ને અટકાવવા તેમજ ગામડામાં કોરોના ના દર્દીઓ ને સારવારો ઉપલબ્ધ થાય તે માટેની જવાબદારી સોંપવામાં આવી છે.