માધાપર જુનાવાસ ખાતેના સ્વામિનારાયણ મંદિરનું વાસ્તુ પૂજન કરાયું

ભુજ : ભુજ સ્વામીનારાયણ મંદિર તાંબાનું સ્વામીનારાયણ પ્રસાદી મંદિર માધાપર જુનાવાસનું મંદિરના સંતોના હસ્તે વાસ્તુ પુજન કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત ભગવતજીવનદાસજી સ્વામી, વડીલ સંત હરિબળદાસજી તેમજ ભુજ મંદિરના અન્ય સંતોની ઉપસ્થિતિમાં અને આચાર્ય સ્થાને મહેશ મહારાજ અને તેમની સાથેના ભુદેવોએ વાસ્તુપૂજનમાં યજ્ઞ કરાવીને વડીલ સંતોના હસ્તે નાળિયેર હોમવામાં આવ્યું હતું, આ પ્રસંગે રવજીભાઈ ભુડિયા, વિનોદભાઈ સોલંકી, મનોજભાઈ સોલંકી, નવાવાસના ઉપસરપંચ અરજણભાઈ ભુડિયા, રમેશ વોરા, જાદવજી વરસાણી, રમેશ કારા, હરીશભાઈ વરસાણી, કિશોર ભુડિયા, જાદવજી ભુડિયા, કાંતિભાઈ, સંજય ભુડિયા,અર્જૂન ભુડિયા અને સર્વે હરિ ભક્તો ભાઈ તથા બહેનો ઉપસ્થિત રહયા હતા.