માધાપરમાં પાસપોર્ટ વગર રહેતી મોરેસીયસ દેશની મહિલા સામે ગુનો

0
22

મહિલાને પુછપરછ માટે જેઆઈસીમાં લઈ જવાઈ : પાસપોર્ટ ગુમ થઈ ગયાનું મહિલાનું નિવેદન

ભુજ : તાલુકાના માધાપર ગામે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરીને પાસપોર્ટ વગર રહેતી મોરેસીયસ દેશની મહિલાની અટક કરી પુછપરછ માટે જેઆઈસીમાં લઈ જવાઈ છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વર્ષ ર૦૧૭માં આ મહિલા પાંચ વર્ષ માટે માતાનામઢના વિઝા લઈને મોરેસીયસ દેશથી આવી હતી અને છેલ્લા ૩ મહિનાથી ભુજના પરા સમાન પટેલ ચોવીસીના માધાપરમાં રહેતી હતી. જો કે તેની પાસે પાસપોર્ટ હતો નહીં. કાયદા પ્રમાણે કોઈ પણ વિદેશી નાગરીક ભારતમાં રહે તો તેની પાસે પાસપોર્ટ અને ભારતમાં રહેવા માટેનો વિઝા હોવો જરૂરી છે. આ મહિલાના વિઝા પુરા થઈ ગયા હતા. અને પાસપોર્ટ ગુમ થઈ ગયો હોવાનું નિવેદન મહિલા દ્વારા આપવામાં આવ્યું છે. જેથી માધાપર પોલીસે મોરેસીયસ દેશની મહિલા દેઓરાની ઋષિકેસ મધુપ (ઉ.વ. ૪૮)ની અટકાયત કરી પોલીસ મથકમાં જાણવાજોગ ગુનો દાખલ કર્યો છે.આ મહિલાને પુછપરછ માટે ભુજ સ્થિત જોઈન્ટ ઈન્ટ્રોગેસન સેન્ટરમાં લઈ જવાઈ છે. જયાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે.