માધાપરમાંથી આંકડા લેતો એક બૂકી ઝડપાયો, બીજો ફરાર

ભુજ બી-ડિવિઝન પોલીસે રૂા.૪ર,૮૭૦ના મુદ્દામાલ સાથે આરોપી દબોચ્યો

ભુજ : આઈપીએલ રદ્‌ થયા બાદ હવે ક્રિકેટ સટ્ટાના બદલે આંકડાના જુગારની બદી વકરી છે. તેવામાં ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે માધાપરમાં આંકડાના જુગાર પર દરોડો પાડીને એક બૂકીને દબોચી લીધો હતો. જ્યારે બીજો હાથમાં આવ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીને આધારે માધાપર લોકલ બોર્ડ હોસ્પિટલની સામે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી ઈમ્તિયાજ કાસમ મેમણ (ઉ.વ. ૩૦)ની ધરપકડ કરાઈ હતી. આસિક બાયડ નામનો શખ્સ હાથ લાગ્યો ન હતો. પોલીસે આરોપીને મોબાઈલ ફોન ઉપર મીલન બજાર વરલી મટકાના આંક ફરકનું કટીંગ આપતા ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી રોકડા રૂા.૭,૮૭૦, પ હજારનો એક મોબાઈલ અને ૩૦ હજારની એક્સેસ બાઈક મળીને કુલ ૪ર,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.