માછીમાર યુવાનો શિક્ષણ મેળવી જાેબ તરફ અગ્રેસર : મુન્દ્રા પોર્ટમાં આકર્ષક વેતન સાથે આર્ત્મનિભર યુવાનોનું અદાણી ફાઉન્ડેશન દ્વારા સન્માન

ભુજ : એક સમય હતો કે, મત્સ્યકારોનો સબંધ માત્ર માછલી, જાળ અને દરિયા સાથે જ હતો, પરંતુ આજે જમાનો બદલાયો છે. માનસિકતા બદલાઈ રહી છે. મત્સ્યકાર યુવાનો હવે શિક્ષણ મેળવી હવે નોકરી તરફ વળ્યા છે. આટલું જ નહીં આ યુવાનો મુન્દ્રા પોર્ટમાં અને પોર્ટ સંલગ્ન અન્ય એજન્સીમાં ક્રેન ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, ઇંજિનિયર, કોમ્પ્યુટર ઓપરેટર, ચેકર અને મેડિકલ આસી. જેવી પોસ્ટ ઉપર સેવારત થઈ આકર્ષક વેતન મેળવી રહ્યા છે.
આવા માછીમાર સમુદાયના યુવાનો જે જગ્યાએ છે. તેવા પંદર યુવાનોનું સન્માન અદાણી પોર્ટ એન્ડ સ્પે. ઇકો ઝોન તથા અદાણી ફાઉન્ડેશન દ્વારા કરતાં પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિત શાહે જણાવ્યુ હતું કે, આ પંથકના મત્સ્સ્યકાર યુવાનો માટે અદાણી ફાઉન્ડેશન બધુ જ કરી છૂટશે બસ, તેમણે શિક્ષણ મેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સન્માનીત યુવાનોના વડીલ માછીમારો પૈકી આસમભાઇ જામએ તેમના યુવાનોને ઈમાનદારીને પ્રધાન્ય આપવા જણાવ્યુ હતું. પ્રારંભમાં લાઈવલીહૂડ કાર્યક્રમના હેડ માવજીભાઇ બારૈયાએ તથા એચ.આર. હેડ અરિંધમ ગોસ્વામીએ ઉદબોધન કર્યું હતું. તથા ફાઉન્ડેશનના સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યર્ક્મને સફળ બનાવવા માછીમાર પ્રોજેક્ટના કો-ઓરડીનેટર વિજયભાઇ ગૂસાઈ તથા સિનિયર પ્રોજેકટ ઓફિસર રાઘુભાઈ ગોયલએ જહમત લીધી હતી. કાર્યક્રમનુ સંચાલન સૌરભભાઈ કડિયાએ કયું હતું.