માંડવી-મુન્દ્રા વિસ્તારના ૧૮ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારમાં પ્રથમ ઘર અનંત જોશી અને છેલ્લું ઘર શાંતિલાલ પરમાર કુલ-૩૧ ઘરોને તા.૧૮/૫ સુધી, માંડવીના નીલકંઠનગર જસુભા પી.સોઢાના ઘરથી કિરણબા ચાવડાના ઘર સુધી કુલ-૯ ઘરોને તા.૧૬/૫ સુધી, માંડવી તાલુકાના મોટા સલાયાના સમાવારી શેરી, અલ્તાફ અલીમામદ લુહારના ઘરથી અહેમદ લુહારના ઘર સુધી કુલ-૮ ઘરોને તા.૧૭/૫ સુધી, માંડવીના શેરબાનું હાજી લુહારના ઘરથી હુશેન બકાલીના ઘર સુધી કુલ-૭ ઘરોને તા.૧૭/૫ સુધી, માંડવીના હાલા મસ્જિદ, ચાવડા રણજીતસિંહ મહિપતસિંહના ઘરથી હિમેશભાઇ જેઠવાના ઘર સુધી કુલ-૧૩ ઘરોને તા.૧૭/૫ સુધી, માંડવીની મલ્લી હોસ્પિટલ ક્રિષ્ના અરજણ ભાનુશાળીના ઘરથી ઉમેશ જોષીના ઘર સુધી કુલ-૧૬ ઘરોને તા.૧૭/૫ સુધી, માંડવીના સુભાષ દેવજી પરમારના ઘરથી લાલભાઇ શિવજી પરમારના ઘર સુધી (પરમારવાસ) કુલ-૧૧ ઘરોને તા.૧૬/૫ સુધી, માંડવીના બાલકૃષ્ણનગર, કોમલ કિશોર ગરવાના ઘરથી આઠું નારાણ હિરજીના ઘર સુધી કુલ-૧૨ ઘરોને તા.૧૭/૫ સુધી, માંડવીના મહેશ્વરીવાસ, મોહન પચાણ માતંગના ઘરથી ગણેશ મંદિર સુધી કુલ-૧૨ ઘરોને તા.૧૬/૫ સુધી, માંડવી તાલુકાના મોટા લાયજા ગામે સનાતનનગર, બીપીન નવલ જોશીના ઘરથી દોસા કરમણ ગઢવીના ઘર સુધી કુલ-૧૩ ઘરોને તા.૧૬/૫ સુધી, માંડવી શહેરના ગણેશનગર, માંડવી કેશરબેન દેવજી ઘોરીયાના ઘરથી પ્રવિણ નીન્જારના ઘર સુધી કુલ-૮ ઘરોને તા.૧૮/૫ સુધી, માંડવી શહેરના જૈન ધર્મશાળા રોડ, કપિલ ડી.સોલંકીના ઘરથી મંથન ઝાલાના ઘર સુધી કુલ-૧૨ ઘરોને તા.૧૮/૫ સુધી, માંડવી શહેરના સલાયા કમલાબેન ભાગવતના ઘરથી ધ્રુવી ભાગવતના ઘર સુધી કુલ-૧૪ ઘરોને તા.૧૭/૫ સુધી, માંડવી શહેરના વલ્લભનગર, અહેઝાજ જુણેજાના ઘરથી કૌશર મિસ્ત્રીના ઘર સુધી કુલ-૮ ઘરોને તા.૧૭/૫ સુધી, માંડવી શહેરના તબેલા ફળિયું, શેરબાનુ મોહમંદ શરીફ આગરીયાના ઘરથી આશિયા આગરીયાના ઘર સુધી કુલ-૧૪ ઘરોને તા.૧૮/૫ સુધી, માંડવીના જબલેશ્વર કોલોની, સોનમ કિરણ પીઠડીયાના ઘરથી રૂદ્રાણી પંઝરીના ઘર સુધી કુલ-૯ ઘરોને તા.૧૭/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારમાં શિલ્પવાટિકા, પ્રથમ ઘર સંજય ચેહલ છેલ્લું ઘર હરેશભાઇ રાવલ કુલ-૩૨ ઘરોને તા.૧૭/૫ સુધી, મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે હનુમાનવાસમાં પ્રથમ ઘર ખીમા હમીર છેલ્લું ઘર નરશી સોંધરા કુલ-૨૪ ઘરોને તા.૧૭/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.