માંડવી-મુન્દ્રાના ૧૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર મુન્દ્રા તાલુકાના ગુંદાલા વડીલ વંદના-૨ વિસ્તારના કુલ-૫૨ ઘરોને તા.૨/૪ સુધી, મુન્દ્રા તાલુકાના ગેલડા ગામના મહેશ્વરી વાસના કુલ-૩૭ ઘરોને તા.૩/૪ સુધી, મુન્દ્રા શહેરના પુજારા ફળિયાના કુલ-૪ ઘરોને તા.૩/૪ સુધી, મુન્દ્રા શહેરના સમુદ્ર ટાઉનશીપના કુલ-૨૨ ઘરોને તા.૪/૪ સુધી, માંડવી શહેરના દેવચંદભાઇ ચૌધરીના ઘરથી વલ્લભભાઇ વેલાણી ઘર સુધીને તા.૨/૪ સુધી, માંડવી શહેરના ભરતભાઇ સોલંકીના ઘરથી હિમેશભઇ મહેતાના ઘર સુધીને તા.૩/૪ સુધી, માંડવી શહેરના લતીફભાઇ સોઢાના ઘરથી જુબેદા નોડેના ઘર સુધીને તા.૩/૪ સુધી, માંડવી તાલુકાના તલાવાણા ગામના શ્રીરામ નગર, વિજય શંકર સંઘારની વાડીને તા.૬/૪ સુધી, માંડવી તાલુકાના ગઢશીશા ગામના રતિલાલ પટેલના ઘરથી શારદા રામાણીના ઘર સુધીને તા.૫/૪ સુધી, માંડવી તાલુકાના ગઢશીશા ગામના હસ્તાબેન રાજગોરના ઘરથી શામજી ભાનજી ભગતના ઘર સુધીને તા.૫/૪ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામની સુરભી હોટેલ, પ્રથમ ઘર દિલીપકુમાર ચંદુલાલ સેવક છેલ્લું ઘર ધરમ કુમાર કુલ-૨૯ ઘરોને તા.૫/૪ સુધી, મુન્દ્રા શહેરની જુની પોર્ટ કોલોની, પ્રથમ ઘર લક્ષ્મણભાઇ ચૌહાણ છેલ્લું ઘર ભરતભાઇ મહેશ્વરીના ઘરને તા.૫/૪ સુધી, મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામના ખખર વાસના કુલ-૨૬ ઘરોને તા.૪/૪ સુધી, મુન્દ્રા શહેરના પુજારા ફળિયાના ૨૩ ઘરોને તા.૪/૪ સુધી, મુન્દ્રા તાલુકાના બારોઇ ગામની શ્રીજી નગરના કુલ-૨૮ ઘરોને તા.૪/૪ સુધી, મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના જૈન નગરના કુલ-૩૧ ઘરોને તા.૪/૪ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ ગામના યશોદાનગરના કુલ-૨૯ ઘરોને તા.૪/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.