ઉપપ્રમુખ પદે રાજેન્દ્રસિંહ જાડેજાને અપાયું મેન્ડેટ : ટીડીઓ સમક્ષ ભરાયા ફોર્મ 

(બ્યુરો દ્વારા)માંડવી : તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ર૦ બેઠકો પૈકી ભાજપે ૧૭ બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને ર અને ૧ બેઠક અપક્ષને મળી હતી. આ તાલુકા પંચાયત પર ભાજપની સ્પષ્ટ બહુમતી છે, ત્યારે પંચાયતની બાગડોર નીલેશ મહેશ્વરીને સોંપાઈ છે, જ્યારે ઉપપ્રમુખ પદે રાજેન્દ્રસિંહ જાડેજાને મેન્ડેટ અપાયું છે. આ અંગેની વિગતો મુજબ માંડવી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અનુસુચિત જાતિ માટે અનામત રખાયું છે ત્યારે હોદેદારોની વરણી માટે ભાજપ દ્વારા કવાયત કરવામાં આવી હતી, જેમાં સર્વાનુમત્તે બિદડા – ર બેઠકના સદસ્ય નીલેશભાઈ મગનભાઈ મહેશ્વરીને પ્રમુખ બનાવાયા છે, જ્યારે દરશડી બેઠકના રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને ઉપપ્રમુખ બનાવાયા છે. કારોબારી ચેરમેન, દંડક અને સત્તાપક્ષના નેતા માટે પક્ષ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બન્ને હોદેદારો દ્વારા તાલુકા પંચાચતમાં ટીડીઓ શ્રી ગોહિલ સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજરોજ યોજાયેલી વરણી પ્રક્રિયામાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, સુરેશભાઈ સંઘાર, રાજેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઈ થાનકી, પ્રવીણભાઈ વેલાણી, નારાણભાઈ ચૌહાણ, ચંદુભાઈ વાડીયા, હરીભાઈ ગઢવી, શીલ્પાબેન નાથાણી, રાણશીભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ રામાણી, કિશોરભાઈ ગઢવી, દેવાંગભાઈ સાખરા, હરીઓમ અબોટી, કેવલ ગઢવી સહિત ચૂંટાયેલા સદસ્યો, તાલુકા સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા.