માંડવીમાં ભાજપ યુવા મોરચા ઘ્વારા બાઈક રેલીનું કરાયું આયોજન

0
39

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ના અનુસંધાને માંડવી શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાંગોર રંગભવનથી શહેરના મુખ્ય માર્ગો પર બાઈક રેલી પસાર થઈ હતી અને કાંઠા ખાતે પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા ની પ્રતિમા પાસે બાઈક રેલીનો સમાપન થયું હતું. આ બાઈક રેલીમાં નગર અધ્યક્ષતા હેતલબેન સોનેજી, પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ, શહેર ભાજપના મહામંત્રી કમલેશભાઈ ગઢવી, ઇન્ચાર્જ સામતસિંહ સોઢા, વિનુભાઈ થાનકી,  દેવાંગભાઈ દવે અને પુર્વ નગરપતિ અરવિંદભાઈ ગોહિલ, શહેર ભાજપના પ્રમુખ દર્શન ગોસ્વામી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.