માંડવીમાં પાંચ અજાણ્યા બુકાની ધારીઓએ યુવાન પર કર્યો હુમલો

રાત્રે દસેક વાગ્યાના અરસામાં લોખંડના પાઈપ, ધારિયા સાથે આવેલા શખ્સોએ માર્યો માર

માંડવી : શહેરના કલવાણ રોડ પર રાઠોડ ફળિયામાં ગત રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં પાંચ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ લોખંડના પાઈપ અને ધારિયા વડે યુવાન પર હુમલો કર્યો હતો. જેને પગલે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ઈમરાન સાલેમામદ ઓઢેજાએ પાંચ અજાણ્યા બુકાનીધારી શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત રાત્રે દસેક વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેની સાથેના હુસેન શાકીર તેમજ સતા અનવર તુરીયા ઓટલા પર બેઠા હતા. ત્યારે અજાણ્યા પાંચ શખ્સો બુકાની પહેરી આવ્યા હતા અને લોખંડના પાઈપ તેમજ ધારિયા વડે હુમલો કર્યો હતો. બનાવને પગલે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાતા પીએસઆઈ આર.સી. ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.