માંડવીમાંથી સગીરાનું અપહરણ થતા નોંધાયો ગુનો

માંડવી : શહરેના વાલ્મિકીનગરમાંથી સગીરાનું અપહરણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ વિસ્તારમાં જ રહેતા શખ્સ દ્વારા અપહરણ કરાયાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના વાલ્મિકીનગરમાંથી ૧૭ વર્ષને ૭ માસની પરિણીતાનું અપહરણ કરાયું હતું. સગીરાના પિતાએ માંડવી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સંદિપ ઉર્ફે લખન પ્રવીણભાઈ પરમારે ફરિયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. બનાવને પગલે માંડવી પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ આર.સી. ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.