બીચ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર હરકતમાં : આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય : બીચ ડેવલપમેન્ટ દ્વારા રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરાશે : યોજના બનાવી આગામી બજેટમાં સમાવેશ કરાશે

 

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર : દરીયા કાંઠા વિસ્તાર સહિત રાજ્યના કેટલાક મહત્વના દરિયા કાંઠા વિસ્તારમાં બીચ ડેવલપમેન્ટ માટે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં એક કાર્ય યોજના ઘડી કાઢવામાં આવી હોવાનું જાણવા મળે છે અને આ બીચ ડેવલમપેન્ટની યોજનાઓનો આગામી બજેટમાં સમાવેશ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સચિવાલય સાથે સંકળાયેલ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં કચ્છ જીલ્લાના માંડવી સહિત રાજ્યના કેટલાક દરિયા કાંઠા વિસ્તારમાં બીચ ડેવલપમેન્ટ કરીને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં રાજ્યના કેબીનેટ મંત્રી ઉપરાંત રાજ્યના પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર તેમજ પ્રવાસન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લાના માંડવી બીચ સહિત રાજ્યના કેટલાક અન્ય દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ બીચો નો કઈ રીતે વિકાસ સાધી શકાય તેમજ બીચ ખાતે ક્યા ક્યા પ્રકારના વોટર સ્પોર્ટસ રમત ઉભી કરાય તેમજ અન્ય કઈ આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવાથી પ્રવાસન ક્ષેત્રે આ બીચનો વિકાસ કરી પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય તેમ છે. તે અંગે વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રેઝન્શન પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સુત્રો પાસેથી કચ્છ જિલ્લાના માંડવીના બીચ સહિત રાજ્યના અને બીચોના વિકાસ માટે યોજના તૈયાર કરવા અને આગામી બજેટમાં બીચના વિકાસ માટેની નવી બાબતનો સમાવેશ કરવા વિભાગને સુચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.રાજ્યમાં આવેલા બીચ ડેવપલમેન્ટ માટે રાજ્ય સરકારે પહેલ કરીને આગામી દિવસોમાં બીચ ડેવલપમેન્ટ માટે કચ્છ જિલ્લાના માંડવી બીચ સહિત રાજ્યના અન્ય કેટલાક બીચની પસંદગી કરીને તેના વિકાસ માટે કાર્ય યોજના ઘડી કાઢવા કવાયત હાથ ધરી છે અને તબક્કાવાર બીચ ડેવલપમેન્ટ દ્વારા રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ સાધવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here