માંડવીના દરિયાકાંઠે વિશ્વશાંતિ માટે સાધના કરતા બૌદ્ધ સાધુ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

હાલમાં જયારે કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે ત્યારે કચ્છના માંડવીના દરિયા કિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીનો નાશ થાય તે માટે 75 વર્ષીય બૌદ્ધ ભિક્ષુક સાધના કરી રહ્યા છે જે અહીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર વાજિંત્ર અને મંત્રોચ્ચાર સાથે છેલ્લા ત્રણ દિવસથી તેઓ સાધના કરી રહ્યા છે સામે આવેલી વિગતો મુજબ મૂળ જાપાનના હાકુઈ ઇસિકાવાના જુનસૈઈ તેરાસવાએ 17 વર્ષની ઉંમરે તેમના ગુરુ નીચીદાતાસુ ફુજી અને મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના સિધ્ધાંતોથી પ્રેરાઈને બૌદ્ધ ભિક્ષુક તરીકે દીક્ષા ગ્રહણ કરી હતી ત્યારથી તેઓ વિશ્વના અનેક દેશોમાં ભ્રમણ કરી શાંતિ સ્થપાય તે માટે પ્રાથના કરી રહ્યા છે અને હવે તેઓ કચ્છમાં આવ્યા છે જીલ્લાના રમણીય માંડવી બીચ ખાતે તેઓએ સાધના કરી હતી તેઓ નલીયાના દરિયાકાંઠે ગયા હોવાનું પણ જાણવા મળે છે મહત્વની બાબત એ છે કે ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન પણ આ સાધુને વંદન કરે છે કચ્છના વાતાવરણમાં શાંતિનો આહલાદક અનુભવ થાય છે ત્યારે બોદ્ધ સાધુ કચ્છના દરિયાકાંઠે પ્રાથના કરી સમગ્ર વિશ્વને સંદેશો આપી રહ્યા છે તેમના આગમનથી માંડવી બીચ પણ વિશ્વ ફલક પર ચમકી ગયું છે