માંડવીના કોટડી મહાદેવપુરીમાં વીજશોકથી મોરનું મોત

માંડવી : તાલુકાના કોટડી મહદેવપુરીમાં રાષ્ટ્રીય પંખી મોરના ટહુકા વિલાયા હતા. પવનચક્કી કંપનીના વીજપોલની બાજુમાંથી મોરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે વન વિભાગને જાણ કરાતા કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના કોટડી મહદેવપુરી ગામના સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીના વીજપોલની બાજુમાંથી મોરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે ગામના જાગૃત નાગરિકોએ વનવિભાગને જાણ કરતા તંત્ર દ્વારા મોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. સંભવતઃ પ્રથમિક દૃષ્ટિએ મોત મોત વીજ શોક લાગવાથી થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે વનતંત્રના જવાબદારોના જણાવ્યા પ્રમાણે મોરના મૃતદેહને પીએમ માટે ખસેડાતા પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોરના મોતનું પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળશે તેવુ વનવિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.