મહિલા અત્યાચારના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

ભુજ : મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મહિલા અત્યાચારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ગોંડલથી પકડી પાડયો હતો. મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન ભુજ મહિલા પોલીસ મથકે મહિલા અત્યાચારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી જમીલ અખ્તર હાસમશા રફાઈ (રહે. મુળ એલાયન્સ હોસ્પિટલ પાછળ મુંદરા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને આરોપી ગોંડલમાં હોવાની મળેલી ભરોસાપાત્ર બાતમીને આધારે તેની અટક કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે મહિલા પોલીસને હવાલે કરાયો હતો.