મહાનગરોમાં કોરોના કાબૂ લેવા સરકારે આઇએએસ કક્ષાના આઠ અધિકારીઓને જવાબદારી સોંપી

(જી.એન.એસ.)ગાંધીનગર,રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સૌથી વધુ કોરોનાના કેસ મહાનગરોમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આઇએએસ કક્ષાના ૮ અધિકારીને જવાબદારી સોંપી છે.
રાજ્ય સરકારે ૮ મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે ૈંછજી કક્ષાના ૮ અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
૧. ડૉ.મનીષ બંસલ આઇએએસ અમદાવાદ જિલ્લાની જવાબદારી
૨. દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી
૩. ડૉ.હર્ષિત ગોસાવી આઇએએસ વડોદરાની જવાબદારી
૪. અમિત યાદવ આઇએએસ ગાંધીનગરની જવાબદારી
૫. સ્તુતિ ચારણ આઇએએસ રાજકોટની જવાબદારી
૬. આર.આર.ડામોર ગેસ ભાવનગરની જવાબદારી
૭ આર.ધનપાલ આઇએફએસ જામનગરની જવાબદારી
૮. ડૉ.સુનિલકુમાર બેરવાલ આઇએફએસને જૂનાગઢની જવાબદારી