મસ્કા ખાતે પુનઃ કોવિડ હોસ્પિટલ કરાઈ શરૂ

ભુજ : સર્વ સેવા સંઘ ભુજ દ્વારા સંચાલીત એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરકારના સંપૂર્ણ સહયોગથી પુનઃ કોવીડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાના જણાવ્યાનુસાર એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૬ મહિના સુધી વિનામૂલ્યે ચાલુ રહેલ કોવીડ હોસ્પિટલમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી ૬૦૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઈ કોરોના મુકત બન્યા હતા.
હવે ફરી જયારે કોરોનાએ ગંભીર સ્વરૂપ ઘારણ કરતા સરકારના નિયમોનુસાર વિનામૂલ્યે કોરોના વિભાગ શરૂ કરવામાં આવેલ છે. એન્કરવાલા જનરલ હોસ્પિટલમાંં વિનામૂલ્યે કોરોના રસીકરણ કેન્દ્ર પણ ચાલુ છે. રૂટીંગ દર્દીઓ માટે હોસ્પિટલ ખાતે અલગ ઓપીડી વિભાગ પણ શરૂ કરવામાં આવેલ છે તેમ સંસ્થાના મેડીકલ ઓફિસર ડૉ.મૃગેશભાઈ બારડે જણાવ્યું હતું. સંસ્થાના મેડીકલ કન્વી૨ જનરલ સર્જન ડૉ.કૌશિક શાહના માર્ગદર્શન હેઠળ પ ડૉકટર અને ૨૦ નર્સ્િંાગ સ્ટાફ સાથે આઈસીયુ યુનિટ, વેલન્ટીલેટર તથા ઓકિસજન વિગેરેની સંપૂર્ણ સગવડ સાથેની હોસ્પિટલ દર્દીઓને આર્શીવાદરૂપ પુરવાર થશે.