મંગળ પર સફળતાપૂર્વક રોવર મોકલનાર ચીન દુનિયાનો બીજો દેશ બન્યો

સાત મહિનાની અંતરિક્ષ યાત્રા, ત્રણ મહિના સુધી ભ્રમણકક્ષાની પરિક્રમા અને મહત્ત્વની નવ મિનિટ બાદ મંગળ પર સફળતાપૂર્વક રૉવર મોકલનાર ચીન વિશ્વનો બીજો દેશ બન્યો છે.ચાઇના નૅશનલ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ચુ રોંગ (ચીનના પૌરાણિક અગ્નિ અને યુદ્ધના દેવ) રૉવરે શનિવારે મંગળ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. રૉવર એક નાનો રૉબોટ છે અને તે પૈડાંથી સજ્જ છે. ચુ રોંગ એ છ પૈડાંવાળું રૉવર છે. તે મંગળના યુટોપિયા પ્લેનેશિયા સુધી પહોંચ્યું છે જે મંગળના ઉત્તર ગોળાર્ધમાં છે.ચીને આ રૉવરમાં રક્ષણાત્મક કૅપ્સુલ, પૅરાશુટ અને રૉકેટ પ્લૅટફૉર્મનો ઉપયોગ કર્યો છે. મંગળ પર ચીનના રૉવરનું ઉતરાણ કરવું એક મોટી સફળતા છે.ચુ રોંગ રૉવર સાથે તિઅન્વેન -૧ ઑર્બિટર પણ છે, જે આગામી ફેબ્રુઆરીમાં ગ્રહ પર પહોંચશે. ચીનનું આ રૉવર યુટોપિયાથી મંગળનાં ચિત્રો મોકલશે.