મંગળવારે ગુજરાતમાં લવજેહાદ બીલ પેશ થવાની શકયતા

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારક ર૦ર૧ના નામે બીલ થશે રજુ : બળજબરીથી ધર્મપરિવર્તન પર મુકાશે પ્રતિબંધ

ગુન્હેગારો સામે આકરા દંડની કરાઈ છે જોગવાઈ : આરોપીને પાંચ વર્ષની સજા અને બે લાખનો દંડ : જો ભોગગ્રસ્ત સગીરા-અનુસુચિત જાતી કે અનુસુચિત જનજાતિની હશે તો આરોપીને સાત વર્ષની જેલ અને ત્રણ લાખ દંડની છે જોગવાઈ

ગાંધીનગર : ગુજરાતના બજેટ સત્ર દરમ્યાન આગામી સપ્તાહે સંભવત મંગળવારે જ લવજહોદ સલગ્ન બીલ રજુ કરવામા આવી શકે છે તેવા અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. ધર્મ સ્વતંત્ર સુધારક વિધેયક ર૦ર૧ રજુ થવા પામી શકે છે જેના બાદમાં બળજવબરીથી ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મુકાઈ શકાશે. આ બીલમાં સજાની કડક જોગવાઈઓ કરવામા આવી છે. લવજેહાદને અંજામ આપનારા આરોપીની સામે પાંચ વર્ષની સજા અને બે લાખનો દંડની જોગવાઈ કરાઈ છે તો વળી જો ભોગગ્રસ્ત સગીરા હોય, અનુસુચિત જાતી અથવા અનુસુચિત જનજાતીની હોય તો આરોપીઓને સાત વર્ષની સજા અને ત્રણ લાખના દંડની જોગવાઈ કવરામા આવી ગઈ છે.

  • બિનજામીનપાત્ર રહેશે ગુનો : એસપી-ડીવાયએસપી કરી શકશે તપાસ
    મહિલાના સબંધી કાયદા હેઠળ નોધાવી શકશે ફરીયાદ

લગ્ન કરાવનારા સંસ્થા-સંચાલકોની સામે સજાની કડક જોગવાઈ : ત્રણથી દસ વરસ સુધીની સજા અને પાંચ લાખના દંડની જોગવાઈ

ગાંધીનગર : આગામી સપ્તાહે ગુજરાત સરકાર લવજેહાદ બીલ રજુ કરવા જઈ રહી છે જેમા કડક જોગવાઈઓ કરવાા આવી છે. જે અનુસાર મહીલાને બળજબરીથી ધર્મપરીવર્તન કરાવાશે તો ગુનો બંધશે. મહિલાના સબંધીઓ આ કાયદો હેઠળ ગુનો નોધાવી શકશે. લગ્નમાં મદદ કરનારા વિરૂદ્ધ પણ થશે કાર્યવાહી. લગ્ન કરાવનારા સંસ્થા અને સંગઠનના જવાબદારોની સામે પણ કડક સજાની જોગવાઈ કરવામા આવી છે. ત્રણથી દસ વર્ષ સુધીની જેલ અને પાંચ લાખના દડની જોગવાઈ કરાઈ રહી છે. લગ્ન કરાવનાર વિરૂદ્ધ પણ આ કાયદા તળે કડક કાર્યવાહી થશે. આ ગુનો બિનજામીનપાત્ર બનશે. આ ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ જ કરી શકશે.