ભુજ સ્વામીનારાયણ મંદિરના ઉતારા અને ભોજનાલય બંધ

ભુજ : કચ્છમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે મંદિરોને પણ બંધ રાખવાની નોબત આવી છે. તેવામાં ભુજના નૂતન સ્વામીનારાયણ મંદિરને પણ બંધ કરવામાં આવ્યું છે. સરકારના આદેશ અનુસાર મંદિર હસ્તકના ઉતારાઓ તેમજ ભોજનાલય અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવ્યા છે. તો મંદિરમાં દર્શનનો સમય પણ નિશ્ચિત કરાયો છે. જેમાં સવારે 8થી સાડા દસ વાગ્યા સુધી અને બપોરે 4થી 7 વાગ્યા સુધી હરિભક્તો મંદિરમાં દર્શન કરી શકશે. આરતીના દર્શનનો આગ્રહ ભાવિકો રાખી શકશે નહીં. તેમજ મંદિરમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી માસ્ક અચુક પહેરી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કોઠારી સ્વામી દ્વારા જણાવાયું છે.