ભુજ સિવિલમાં શું રેમડેસિવિરની અછત છે ?

ગાંધીધામ : કોરોના મહામારીના સમયમાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેકશનની શું અછત છે ? તમામ આધાર પૂરાવાએ, લઈ અને જે તે હોસ્પિટલના સ્ટાફનો માણસ સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભો રહી અને પરત હોસ્પિટલ જીવન અને મરણની વચ્ચે મેલા ખાતા દર્દી પાસે આવે છે. અને એની પાસે શબ્દ હોય છે કે, ”ઈન્જેકશન ન મળ્યું” સરકારની ગાઈડલાઈન મુજબ ડોકટરનું ડીસ્ક્રીટશન લેટર, દર્દીમાં આર.ટી.પી.સી.આર. રિપોર્ટ અથવા સીટી સ્કેન કિપોર્ટ, દર્દીનું આધાર કાર્ડ એવા તમામ સાધનિક કાગળો લઈ અને વહેલી સવારે ડોકટર હોસ્પિટલના સ્ટાફને ઈન્જેકશન લેવા જી.કે. જનરલ હોસ્પિટલ મોકલે છે. સવારથી સાંજ સુધી સ્ટાફનો માણસ ખાધાપીધા વગરનો લાઈનમાં ઉભા રહે છે. અને છેલ્લે સાંજ થાય છે વારો આવે છે ત્યારે જવાબ મળે છે કે, કાગળોમા અધુરાશ છે ઈન્જેકશન નહિં મળે જીવન અને મરણની વચ્ચે મેલા ખાતે દર્દીની આશા ટુટી જાય છે. તમામ કાગળો પૂરા હોવા છતા ઈન્જેકશન ન મળવાનું કારણ શું ? એની તપાસ કરો ક્યાંક એમાં પણ કાળાબજારી નથી થતી ને, પ્રાઈવેટ માણસ ઈન્જેકશન લેવા જતો હોય તો કદાચ કાળાબજારી થઈ શકે પણ ડોકટરના લેટર સાથે સાધનિક કાગળો લઈ જનાર સ્ટાફને ઈન્જેકશન ન આપવાનું કારણ શું ? તેમ વિજયસિંહ જાડેજાએ રજૂઆત કરી છે.