ભુજ શહેર તથા તાલુકાના ૮ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૨૨ થી ૨૪ સુધી કુલ-૩ ઘરને તા.૧/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં લક્ષ્મી બેકરી પાસે આવેલ ઘર નં.૧૯ થી ૨૦ કુલ-૨ ઘરોને તા.૧/૪ સુધી, ભુજ શહેરમાં ઓધવ એવેન્યુ-૨ માં આવેલ ઘર નં.સી-૧૦૦ થી ઘર નં.સી-૧૦૧ કુલ-૨ ઘરોને તા.૧/૪ સુધી, ભુજ શહેરમાં વ્હોરા કોલોનીમાં ઘર નં.૭૯/૬૫, ૭૯/૬૫/૧ અને ૭૯/૬૫/૨ કુલ-૩ ઘરોને તા.૧/૪ સુધી, ભુજ શહેરમાં ઉમાનગરમાં આવેલ ઘર નં.૧૯૦ને તા.૧/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં શિવમંદિર સામે આવેલ ઘર નં.૩૩ને તા.૧/૪ સુધી, ભુજ શહેરમાં હિંમતનગર કોલોનીમાં આવેલ ઘર નં.૧૮ ને તા.૧/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે શકિતનગર-૫ માં શેરી નં.૫ માં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરને તા.૧/૪ સુધી,

માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.