ભુજ શહેર તથા તાલુકાના ૩૮ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના માધાપર વર્ધમાન, માધાપરમાં આવેલ ઘરનં.એસએ/૭૧ થી એસએ/૭૪ એમ કુલ-૪ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં આશાપુરાનગર, એરપોર્ટ રોડ શેરી નં.૧ માં આવેલ કુલ-૮ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં આવેલ ઘર નં.૧૯-બી કુલ-૧ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં વિસ્તાર સીટી પોલીસ લાઇન, હરીપર રોડ પર આવેલ ઘર નં.૮૧ થી ૮૪ કુલ-૪ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના નારણપર પસાયતી ગામે હીના એપાર્ટમેન્ટમાં આવેલ કુલ-૪ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં કલાપૂર્ણમ સોસાયટીમાં આવેલ ઘર નં.૩૨ કુલ-૧ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં ઉમેદનગર શાળા નં.૧૦ ની સામે સરકારી કવાર્ટરમાં આવેલ ઘર નં.૭ થી ૯ સુધી કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં ગણેશનગરમાં ટાવર કોલોનીમાં આવેલ કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર જુનાવાસ ગામે આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૪/૪ સુધી,ભુજ શહેરમાં આવેલ ભાનુશાળીનગરમાં ટપકેશ્વરી એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ઘર નં.૯-એ, કુલ-૧ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ ઉપર અરીહંત દર્શન એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧૨ થી ૧૪ કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખ સ્વામીનગરમાં ઓધવ એવેન્યુ-૨માં આવેલ મકાન નં.૯૧ કુલ-૧ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના ભારાપર ગામે નવાવાસ સ્વામીનારાયણ મંદીર પાસે આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના ખેંગારપર ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૪/૪ સુધી ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસ મોરા ઉપરા આવેલ ઘર નં.૧ થી ૧૯ સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસ મોરા ઉપરા આવેલ ઘર નં.૧ થી ૧૧ સુધી કુલ-૧૧ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના લોડાઈ ગામે હરીજનવાસમાં આવેલ ઘર નં.૧ થી ૧૪ સુધી કુલ-૧૪ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના કુંદનપર ગામે પટેલવાસમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર જુનાવાસ ગામે લાયબ્રેરી વાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૧૩ સુધી કુલ-૧૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં શકિતનગર-૧ માં આવેલ ઘર નં.૧૬/બી, ૧૭/ડી અને ૧૬/એ કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે ભિમાસર વિસ્તારમાં આવેલ ઘર નં.૫/૪૬ થી ૯/૪૬ સુધી કુલ-૫ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં જુની રાવલવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૪૯૬ થી ૪૯૮ સુધી કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર નવાવાસ ગામે ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર નવાવાસ ગામે પહાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં મહેંદી કોલોની વિસ્તારમાં તમન્ના બેકરી સામેના ૨ ઘર અને ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૮ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગર, ઓધવપાર્ક-૧ વાળી ગલીમાં, ઘર નં.બી/૨૮, ઘર નં.૨૭ થી ૩૧ સુધી કુલ-૬ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં સીલ્વર પાર્કમાં મકાન નં.૨૫/૨૭/૫ તથા મકાન નં.૨૪, પ્લોટ નં.૨૭/૧ મકાન નં.૨૮ તથા પ્લોટ નં.૨૮/૨૯/૩ પ્લોટ નં.૨૮/૨૯/એ કુલ-૬ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ શહેરમાં જાદવજીનગરમાં આવેલ મકાન નં.૮/બી, ૮/એ, ૯/એ, અને ૨/બી કુલ-૪ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં આવેલ ઘર નં.૧૮-બી કુલ-૧ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં ન્યુ રાવલવાડી વિસ્તારમાં આવેલ દિવ્યજયોત હોટલમાં રૂમ નં.૩૦૧ થી ૩૦૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં સોદેવ દર્શન એપાર્ટમેન્ટમાં ફસ્ટ ફલોર-ડીમાં આવેલ કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં નવપ્રભાત સોસાયટીમાં આવેલ ઘર નં.૮ થી ૧૦ કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ મકાન નં.૯૮ થી ૧૦૨ સુધી કુલ-૫ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં મહાવીરનગરમાં આવેલ ઘર નં.બી/૪૯ કુલ-૧ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં સરપટ નાકા બહાર, શાંતિનગરમાં કુલ-૬ ઘર અને ૧ બંધ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં શીવમ પાર્કમાં આવેલ ઘર નં.૧૩૦ કુલ-૧ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં શીવ આરાધના સોસાયટીમાં મકાન નં.૩૬૭ ની બાજુમાં આવેલ કુલ-૫ મકાનને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસ ગામે જી.એમ.ડી.સી. વાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૪/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.