ભુજ શહેર તથા તાલુકાના ૩૩ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં વોકળા ફળિયામાં એબિલી ટેલરની ઉપર આવેલ ઘર કુલ-૧ ઘરને તા.૧/૪ સુધી, ભુજ શહેરમાં સુરમંદિર સિનેમાની બાજુમાં, એન.કે.ટાવરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે નરનારાયણનગર વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૧ ઘરને તા.૨/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે સલાટ ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ગોકુલધામ-૧ માં આવેલ ઘર નં.૬ થી કુલ-૩ ઘરોનેતા.૨/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ વિસ્તારમાં આવેલ ઘર નં.૨૦૦ કુલ-૧ ઘરને તા.૨/૪ સુધી, ભુજ તાલુકાના સરલી ગામે હનુમાનજી મંદિરવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨/૪ સુધી, ભુજ તાલુકાના જદુરા ગામે આથમણા વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે હિરાણીનગરની સામેના વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં રેવેન્યુ કોલોનીમાં આવેલ ઘર નં.૬-એ તથા ઘર નં.૬-બી કુલ-૨ ઘરોને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં વિજયનગર વિસ્તારમાં આવેલ ઘર નં.૩૩-એ તથા ૩૩-બી કુલ-૨ ઘરોને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં વાણીયાવાડ પાસે પ્રભુદેવ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘર અને ૧ બંધ ઘરને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં ભૂમિ બંગ્લોઝમાં આવેલ ઘર નં.૭ કુલ-૧ ઘરને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૧૧-બી (ઉપર) તથા ઘર નં.૧૧ બી (નીચે) કુલ-૨ ઘરોને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં દરજી કોલોનીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં ઓધવ રેસિડેન્સી-૧ માં આવેલ ઘર નં.૧૫૨ અને ૧૫૩ કુલ-૨ ઘરોને તા.૨/૪ સુધી,

ભુજ શહેરમાં મુન્દ્રા રિલોકેશન પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.૭૯/૮૦ કુલ-૧ ઘરને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં સહયોગનગરમાં શેરી નં.૭ માં આવેલ ઘર નં.૨/૩/બી તથા ઘર નં.સી-૫૫૮ કુલ-૨ ઘરોને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં મારૂતિ કોટેજીસમાં આવેલ ઘર નં.૫ તથા ૬ કુલ-૨ ઘરને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં નવપ્રભાત સોસાયટીમાં આવેલ ઘર નં.૩ કુલ-૧ ઘરને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં શિવમ પાર્કમાં તારાત્મા બંગ્લોઝ વિસ્તારમાં આવેલ ઘર નં.૧૦૫ કુલ-૧ ઘરને તા.૨/૪ સુધી, ભુજ શહેરમાં વ્હોરા કોલોનીમાં આવેલ ઘર નં.૭૯/૪૮ કુલ-૧ ઘરને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં સહયોગનગરમાં ટોપહિલ સોસાયટીમાં આવેલ ઘર નં.૪૭/એ તથા બાજુમાં આવેલ ઘર કુલ-૨ ઘરોને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં ઓરિએન્ટ કોલોનીમાં આવેલ ઘર નં.૭ કુલ-૧ ઘરને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં પાર્શ્વ બંગ્લોઝમાં આવેલ ઘર નં.૪ તથા ઘર નં.૫ કુલ-૨ ઘરોને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં સન સિટીમાં આવેલ ઘર નં.ડી-૧૭-૧૯ કુલ-૧ ઘરને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં આશાપુરા પાર્કમાં આવેલ ઘર નં.૧૫૮ કુલ-૧ ઘરને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં જેષ્ઠાનગરમાં એલ.આઇ.સી. કોલોનીમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં શિવનગર વિસ્તારમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં આશાપુરા મંદિર પાસે આવેલ ઘર નં.૧ તથા બાજુમાં આવેલ ઘર કુલ-૨ ઘર અને ૧ બંધ ઘરને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં ઉપલી પાળ વિસ્તારમાં આવેલ ઘર કુલ-૧ ઘરને તા.૩/૪ સુધી, ભુજ શહેરમાં ચાકી જમાતખાનાની બાજુમાં મહેંદી કોલોનીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૩/૪ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે લાખોંદ પાટીયા પાસે આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૩/૪ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.