ભુજ શહેર તથા તાલુકાના ૨૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે શકિતનગર-૧ માં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે વિશાલનગરમાં ભુડીયા શેરી નં.૨ માં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં મોરા ઉપર આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે શકિતનગરમાં શેરી નં.૫માં આવલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ તાલુકાના ત્રંબો ગામે મંદિરની બાજુની શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે પટેલવાસમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે ઓધવબાગ-૨ માં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં જલારામ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧૭ થી ૨૧ કુલ-૫ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં લાભ-શુભ સોસાયટીમાં આવેલ ઘર નં.૧૦૯૯ કુલ-૧ ઘરને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગર, મુન્દ્રા રિલોકેશનમાં આવેલ ઘર નં.સી-૭૧૯ કુલ-૧ ઘરને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં આવેલ ઘર નં.૩૫-બી, ઘર નં.૩૬-એ અને ઘર નં.૩૬-બી કુલ-૩ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં વેદનાથ શેરીમાં પાઠક ડેલીમાં આવેલ ઘર નં.૧ તથા ૨ કુલ-૨ ઘરોને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં કલાસીસ કોમ્પલેક્ષમાં આવેલ ઘર નં.બી-૧૦ કુલ-૧ ઘરને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.૨૫ કુલ-૧ ઘરને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.૩૧-૩૨ કુલ-૧ ઘરને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં ન્યુ બેકર્સ કોલોનીમાં સોદેવ એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલ ઘર નં.૧૭ કુલ-૧ ઘરને તા.૮/૪ સુધી, ભુજ શહેરમાં સી-૩, કલાસીક કોમ્પલેક્ષ, લાલ ટેકરીમાં આવેલ ઘર નં.સી-૩ કુલ-૧ ઘરને તા.૯/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં આવેલ પ્લોટ નં.૫૪ (ઘર) કુલ-૧ ઘરને તા.૯/૪ સુધી, ભુજ શહેરમાં કલાપુર્ણમ સોસાયટીમાં આવેલ ઘર નં.૩૨ કુલ-૧ ઘરને તા.૯/૪ સુધી, ભુજ શહેરમાં જાવદજીનગરમાં આવેલ ઘર નં.૨ કુલ-૧ ઘરને તા.૯/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગર, કૈલાશ ગુફાવાળી શેરીમાં આવેલ ઘર નં.૪ તથા બાજુમાં આવેલ ઘર નં.૩ અને ૫ કુલ-૩ ઘરોને તા.૯/૪ સુધી, ભુજ શહેરમાં નરનારાયણનગર-૧ માં આવેલ પ્લોટ ૯૦/૯૦-૩, નં.૯૦/૯૧-૨ થી ૯૦/૯૧-૧ કુલ-૩ ઘરોને તા.૯/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગર, એસ.ટી.વર્કશોપની બાજુમાં આવેલ ઘર નં.૩૬ તેમજ ૩૭ કુલ-૨ ઘરોને તા.૯/૪ સુધી, ભુજ શહેરમાં શીવકૃપાનગરમાં આવેલ ઘર નં.૫ કુલ-૧ ઘરને તા.૯/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે આવેલ શ્રી હરી પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૯/૪ સુધી, ભુજ તાલુકાના ભુજોડી ગામે આવેલ વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘર અરીહંતનગર સુધીને તા.૯/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.