ભુજ શહેર તથા તાલુકાના ૨૪ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં સહયોગનગરમાં શેરી નં.૧૨ માં આવેલ ઘર નં.સી-૪૬૦ થી ૪૬૬ કુલ-૭ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં નરનારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં જયુબિલી સર્કલ પાસે જજીસ કોલોનીમાં આવેલ ઘર નં.૨૩૧ કુલ-૧ ઘરને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. વિસ્તારમાં પહેલા માળે આવેલ ઘર નં.બી/૪૧૦ કુલ-૧ ઘરને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલ ઘર નં.૧૧૩/એ તથા ૧૧૩/બી કુલ-૨ ઘરોને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં લાભ શુભ સોસાયટીમાં આવેલ ઘર નં.સી-૯૮૮ અને સી-૯૮૯ કુલ-૨ ઘરોને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાલીનગરમાં આવેલ ઘર નં.૫૫/બી કુલ-૧ ઘરને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાલીનગરમાં સિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં આવેલ ઘર નં.૧૦૬ કુલ-૧ ઘરને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ વિસ્તારમાં સોમૈયાનગરમાં આવેલ ઘર નં.એ/૩૭ કુલ-૧ ઘરને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં સરકારી વસાહત બિલેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ ઘર નં.૧૪૪ કુલ-૧ ઘરને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં ટાઈમ સ્કવેર વિલામાં આવેલ ઘર નં.૧૧ કુલ-૧ ઘરને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. વિસ્તારમાં શેરી નં.૯ માં આવેલ ઘર નં.૨૫૪ કુલ-૧ ઘરને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં ગાંધીનગરીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં શિવનગરમાં આવેલ ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘર (૨ બંધ ઘર) ને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં કંસારા બજારમાં કંસારા ચોકમાં આવેલ ઘર નં.૧ થી ૧૧ સુધી કુલ-૧૧ ઘર અને ૨ બંધ ઘરને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં ન્યુ રેલવે કોલોનીમાં આવેલ ઘર નં.૧ થી ૧૩ સુધી કુલ-૧૩ ઘર અને (૨ બંધ ઘરને) તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં ગેરવાડી વંડીમાં પટણી નિવાસમાં આવેલ ઘર નં.૧ થી ૧૨ સુધી કુલ-૧૨ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ શહેરમાં શાંતિનગરમાં શેરી નં.૧ માં આવેલ ઘર નં.૧ થી ૧૬ સુધી કુલ-૧૬ ઘરોને

(૨ બંધ ઘરને) તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે હરિઓમ નગરમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે જોગીવાસમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે ગાયત્રી મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૯ સુધી કુલ-૯ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે બેંક ઓફ બરોડાની સામેની શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૭ કુલ-૭ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે પટેલનગરની સામેની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે મેઇન બજારમાં અંબે માં મંદિરવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૧૧ સુધી કુલ-૧૧ ઘરોને તા.૨૦/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.